Not Set/ KBC 10 : આલિયા ભટ્ટે કોને કિસ નથી કરી, આવો પ્રશ્ન પૂછતા બિગ બી થયા ટ્રોલ

મુંબઈ હાલ એક ટીવી ચેનલ પર ચાલી રહેલા અત્યંત લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક સ્પર્ધકને પૂછેલા સવાલના પગલે સોશિયલ  મિડિયા પર અમિતાભ ટ્રોલ થયા હતા. એક સ્પર્ધકને અમિતાભ બચ્ચને પૂછેલો સવાલ આ હતો ‘આલિયા ભટ્ટે રૃપેરી પરદા પર કયા અભિનેતાને કીસ નથી કરી ? ‘ આ સવાલના પગલે સોશિયલ મિડિયા […]

Uncategorized

મુંબઈ

હાલ એક ટીવી ચેનલ પર ચાલી રહેલા અત્યંત લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક સ્પર્ધકને પૂછેલા સવાલના પગલે સોશિયલ  મિડિયા પર અમિતાભ ટ્રોલ થયા હતા.

એક સ્પર્ધકને અમિતાભ બચ્ચને પૂછેલો સવાલ આ હતો ‘આલિયા ભટ્ટે રૃપેરી પરદા પર કયા અભિનેતાને કીસ નથી કરી ? ‘ આ સવાલના પગલે સોશિયલ મિડિયા પર લોકો બીગ બી પર તૂટી પડયા હતા અને વળતો સવાલ કર્યો હતો કે આ પ્રોગ્રામ જનરલ નોલેજનો હોવાનો દાવો કરાય છે. તમે પૂછેલો સવાલ જનરલ નોલેજની વ્યાખ્યામાં આવે ખરો કે ? આ કઇ જાતનું જનરલ નોલેજ છે સાહેબ ?

અગાઉની તુલનાએે હવે સોશ્યલ મિડિયા પર લોકો વધુ સભાન અને વધુ સજાગ થયા હોવાનું  આ ઘટના પરથી જણાય છે. અમિતાભે પૂછેલો આ સવાલ લોકોને સામાન્ય જ્ઞાનનો વિષય લાગ્યો નહોતો.

આ પ્રતિભાવ પરથી સમજી શકાય છે. આવા પ્રતિભાવની અપેક્ષા ખુદ અમિતાભ બચ્ચને નહીં રાખી હોય.

જો કે કહેવા ખાતર એમ કહી શકાય કે પૂછવા માટેના પ્રશ્નો અમિતાભ પોતે નક્કી કરતા નથી. એમને આયોજકો તરફથી સવાલ-જવાબ આપવામાં આવે છે. આમ છતાં ટ્રોલર્સે અમિતાભને છોડયા નહોતા.