Not Set/ શું BJP નેતાઓને ફેસબુક પર હેઇટ સ્પીચ આપવાની છુટ છે ? જાણો શું છે નવો વિવાદ…

શું ફેસબુક ભાજપના નેતાઓ દ્વારા આપવા અને અપલોડ કરવામાં આવતા દ્વેષપૂર્ણ ભાષણ સામે નરમ પડી રહ્યું છે? શું વ્યવસાયને અસર થવાના ડરથી શાસક પક્ષના નેતાઓ સામે સોશિયલ સાઇટ વળતી કાર્યવાહી કરશે નહીં? મીડિયા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓએ એક નવો વિવાદ ઉભો કર્યો છે. દરમિયાન કોંગ્રેસે કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન પાર્ટીએ પણ આ […]

Uncategorized

શું ફેસબુક ભાજપના નેતાઓ દ્વારા આપવા અને અપલોડ કરવામાં આવતા દ્વેષપૂર્ણ ભાષણ સામે નરમ પડી રહ્યું છે? શું વ્યવસાયને અસર થવાના ડરથી શાસક પક્ષના નેતાઓ સામે સોશિયલ સાઇટ વળતી કાર્યવાહી કરશે નહીં? મીડિયા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓએ એક નવો વિવાદ ઉભો કર્યો છે. દરમિયાન કોંગ્રેસે કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન પાર્ટીએ પણ આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.   

અનામી ફેસબુક અધિકારીનાં હેવાલાથી યુ.એસ.ના અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’માં છપાયેલા લેખમાં ભાજપના નેતાઓની નફરત ભરેલી વાતો વાળી પોસ્ટ્સ પર પગલા લેવામાં આવ્યા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની વરિષ્ઠ ભારત નીતિની કારોબારી અંખી દાસે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ તેલંગાણામાં ભાજપના ધારાસભ્ય ટી.રાજા સિંહ દ્વારા બનાવેલી પોસ્ટની આંતરિક સમીક્ષાની પ્રક્રિયાને બાધીત કરી હતી.  

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દાસે કર્મચારીઓને કહ્યું હતું કે મોદીની પાર્ટીના નેતાઓ પર કાર્યવાહી કરવાથી દેશમાં કંપનીના વ્યવસાયિક હિતોને નુકસાન થઈ શકે છે. ફેસબુકે આ આરોપોને નકારી કા ઢ્યા છે અને કહ્યું છે કે સિંઘની કાર્યવાહી અંગે હાલમાં સમીક્ષા ચાલી રહી છે. દાસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. 

કોંગ્રેસ મીડિયા ટીમના વરિષ્ઠ સભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું કે, “અમે આ મુદ્દે અંખી દાસને મળ્યા હતા અને આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.” કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું, ” ફેસબુક પર આવી જાહેરાતો આઘાતજનક છે, કારણ કે ફેસબુક જેવી કંપની તેના વ્યવસાયિક ધોરણે ચાલે અને સંચાલન કરે તેવી અપેક્ષા છે. નવા તથ્યો બહાર આવી રહ્યા છે અને ફેસબુક ભારત અને ભાજપના મહત્વના અધિકારીઓ વચ્ચેના નિકટના સંબંધોનો પર્દાફાશ થયો છે. લોકશાહીને આવા અશુદ્ધ સહયોગથી બચાવવાની જરૂર છે. ”

ફેસબુકે કહ્યું છે કે આવા મુદ્દાઓ પર તેની નીતિઓ ઉચિત છે. અહેવાલ પર પ્રતિક્રિયા આપતા ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે અમે નફરતની વાણી અને હિંસા ભડકાવતી સામગ્રીને રોકીએ છીએ. કોઈની રાજકીય અને પક્ષ સાથે જોડાણ જોયા વિના અમે આ નીતિઓ વિશ્વભરમાં લાગુ કરીએ છીએ. ભાજપના પ્રવક્તાએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એક પાર્ટીના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ભાજપ સિંઘના મંતવ્યોથી સહમત નથી અને આવા નિવેદનોથી પોતાને અલગ કરી દે છે. 

નોંધપાત્ર વાત એ છે કે ભારત ફેસબુકના સૌથી મોટા બજારોમાંનું એક છે અને આ જૂન સુધીમાં દેશમાં તેના 350 મિલિયન યુઝર્સ હોવાનો અંદાજ છે. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના પણ ભારતમાં કરોડો ગ્રાહકો છે. ફેસબુક અને ટ્વિટર જેવા મીડિયા પ્લેટફોર્મ પર દબાણ વધી રહ્યું છે, કારણ કે સતત એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બનાવટી સમાચાર અને દ્વેષપૂર્ણ ભાષણ રોકવા માટે પૂરતા પગલા લેવામાં આવી રહ્યા નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews