Gandhinagar News/ રાજ્યભરમાં વધેલા પાણીજન્ય-વાહન જન્ય રોગોની કરાઈ સમીક્ષા,15 દિવસ સુધી હજી વધારાશે સર્વેલન્સ

આરોગ્યમંત્રી અને આરોગ્ય વિભાગના સચિવ અને કમિશ્નર દ્વારા રાજ્યકક્ષાએથી પાણીજન્ય અને વાહક જન્ય  રોગોનું નિયમિત મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવી રહી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: આરોગ્યમંત્રી (Health Minister) અને આરોગ્ય વિભાગના સચિવ અને કમિશ્નર દ્વારા રાજ્યકક્ષાએથી પાણીજન્ય અને વાહક જન્ય  રોગોનું નિયમિત મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવી રહી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) રાજ્યમાં  વરસાદની પ્રવર્તમાન સ્થિતિની પગલે પાણીજન્ય અને વાહક જન્ય રોગોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

ડેન્ગ્યુ, મેલેરીયા,ચિકનગુનીયા જેવા વાહક જન્ય અને અન્ય પાણીજન્ય રોગોની સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા.આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરતા હાલની સ્થિતિએ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોના કેસોમાં ગત વર્ષની સાપેક્ષમાં ઘટાડો નોંધાયો હોવાનું જણાયું હતુ.પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી,  કોલેરા,  ટાઈફોડ વગેરે રોગોમાં ગત વર્ષની સાપેક્ષમાં ઘટાડો નોંધાયેલ છે. વધુ વરસાદ નોંધાયો છતાં કોઈ પણ જિલ્લા કે કોર્પોરેશનમાં રોગચાળા જેવી પરિસ્થિતિ જોવા મળેલ નથી.

હાલમાં ગુજરાત રાજ્યમાં સીઝનલ ફ્લુના જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધીમાં કુલ 1614 કેસો નોંધાયેલ છે. છેલ્લા 15 દિવસથી આ  કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.રાજ્યકક્ષાએથી તમામ પાણીજન્ય અને વાહક જન્ય  રોગોનું નિયમિત માન. આરોગ્ય મંત્રી તેમજ  આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર દ્વારા મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવે છે.આરોગ્ય મંત્રીએ ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ 15દિવસ સુધી ડેન્ગ્યુ માટેની તમામ પ્રવૃત્તિઓ જેવી કે સર્વેલન્સ, પોરાનાશક કામગીરી, પ્રચાર પ્રસારની કામગીરી વધુ સઘન બનાવવા જરૂરી સૂચન કર્યા હતા.

આરોગ્યમંત્રીએ  ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા માટે જવાબદાર એડિસ ઈજિપ્તાઇ મચ્છર દિવસે કરડતો હોવાથી પાણીના પાત્રો ઢાંકીને રાખવા, હાલમાં ચાલતા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ દરમિયાન ઝાડી ઝાંખરા દૂર કરાવવા અને કોઈપણ જગ્યાએ પાણી સ્થગિત ન થાય તે મુજબની કામગીરીને વેગ આપવા રાજ્યના નાગરિકોને અપીલ કરી છે.વધુમાં સવાર અને સાંજે બારી બારણા બંધ રાખવા તથા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના ચિન્હો જણાય તો ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવા જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ

આ પણ વાંચો:શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો:મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 11 વર્ષની બાળકીનું મોત