Patan News/ 7 કરોડનો રોડ કે ભ્રષ્ટાચારનું મોડેલ? રાધનપુરમાં પાણી વચ્ચે બનતા માર્ગને લઈને ઉઠ્યા સવાલ

Patan Road Scam:પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં આશરે 7 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા મશાલી રોડના કામમાં ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે પાણી ભરાયેલા વિસ્તારમાં માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભ્રષ્ટાચાર અને ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે.

Top Stories Gujarat Others Breaking News
Patan Road Scam:ઢીંચણ સમા પાણીમાં બની રહ્યો રોડ, કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ

Patan News: પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા માર્ગ (Patan Road Scam) નિર્માણ કાર્યને લઈને વિવાદ સર્જાયો છે. સ્થાનિક લોકો અને વિસ્તારના રહેવાસીઓએ માર્ગના કામમાં ગંભીર ખામીઓ અને બેદરકારીના આક્ષેપો કરતાં સમગ્ર મામલે તપાસની માંગ ઉઠાવી છે.

Patan Road Scam:પાણીમાં બન્યો માર્ગ, લોકોમાં રોષ

મળતી માહિતી મુજબ, રાધનપુરના મશાલી રોડ પર આશરે 7 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ માર્ગ વિસ્તારના 7થી વધુ ગામોને જોડતો મહત્વનો માર્ગ ગણાય છે. ઉપરાંત આસપાસ આવેલી લગભગ 15 રહેણાંક સોસાયટીના લોકો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડનું નિર્માણ પાણી ભરાયેલા વિસ્તારમાં અને યોગ્ય તકેદારી વગર કરવામાં આવી રહ્યું છે. કેટલાક સ્થળોએ ઢીંચણ સમા પાણી વચ્ચે માર્ગ (Patan Road Scam) બનાવવામાં આવતો હોવાના દૃશ્યો સામે આવતા કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

રહેવાસીઓનું કહેવું છે કે ચોમાસાની સિઝન દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે. આવી સ્થિતિમાં જો યોગ્ય ડ્રેનેજ અને ટેક્નિકલ માપદંડોનું પાલન કર્યા વગર રોડ (Patan Road Scam) બનાવવામાં આવશે તો ભવિષ્યમાં માર્ગને નુકસાન પહોંચવાની અને લોકોને મુશ્કેલી વધવાની શક્યતા છે.

આ સમગ્ર પ્રોજેક્ટમાં કામગીરી સંભાળી રહેલી કન્સ્ટ્રક્શન કંપની સામે પણ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે જાહેર નાણાંથી થતા વિકાસ કાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહેવી જરૂરી છે.

સ્થાનિક આગેવાનો અને રહેવાસીઓએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ રોડ (Patan Road Scam) નિર્માણમાં કોઈ પ્રકારની અનિયમિતતા કે ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.હાલ આ મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને સંબંધિત વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:હારીજ પાલિકામાં ભ્રષ્ટાચારનો વિવાદ

આ પણ વાંચો:તંત્રના પારદર્શકતાના દાવા, પણ ભ્રષ્ટાચારથી પીડાતી પ્રજા

આ પણ વાંચો:પાટણમાં UGVCLનો લાંચિયો એન્જિનિયર એન્ટિ કરપ્શન બ્યૂરોના છટકામાં સપડાયો