Narmada News/ ચૈતર વસાવાના બદલાયા સુર! સરકારી યોજનાઓની પ્રશંસા કરી, વિકાસમાં સહકાર આપવા કરી અપીલ

નર્મદા જિલ્લાના જન કલ્યાણ શિબિરમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ સરકારી યોજનાઓની કામગીરીને સરાહતા વિકાસ માટે સૌએ સહકાર આપવાની અપીલ કરી. તેમના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

Top Stories Gujarat Others Breaking News
મનરેગા અને આવાસ યોજનાની કામગીરીને Chaitar Vasavaએ સરાહી

Narmada News: ગુજરાતની રાજનીતિમાં પોતાના આક્રમક અને સરકાર વિરોધી વલણ માટે જાણીતા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)ના એક નિવેદને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. નર્મદા જિલ્લાના ચીકદા તાલુકામાં યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં ચૈતર વસાવાએ રાજ્ય સરકારની કેટલીક યોજનાઓની કામગીરીને વખાણી હતી અને વિકાસ માટે સહકાર આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

Chaitar Vasavaએ કર્યા સરકારી યોજનાઓના કર્યા વખાણ

કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવા (Chaitar Vasava)એ જણાવ્યું કે વિકાસ માટે સરકાર અને જનતાના સંયુક્ત પ્રયાસો જરૂરી છે. તેમણે કહ્યું કે, “એક હાથથી તાળી પડી શકતી નથી, વિકાસ માટે આપણે પણ સહકાર આપવો પડશે.” તેમના આ નિવેદનને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

ચૈતર વસાવા (Chaitar Vasava)એ પોતાના સંબોધનમાં નર્મદા જિલ્લામાં મનરેગા યોજનાની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, જિલ્લો રોજગારી સર્જવામાં રાજ્યના અગ્રણી જિલ્લાઓમાં સ્થાન મેળવી રહ્યો છે. ખાસ વાત એ છે કે અગાઉ તેઓ મનરેગા યોજનાના અમલીકરણને લઈને અનેક પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે, જ્યારે હવે યોજનાની કામગીરી અંગે સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) અંગે પણ માહિતી આપતા જણાવ્યું હતું કે ડેડીયાપાડા તાલુકો આ યોજનાના અમલીકરણમાં રાજ્યના શ્રેષ્ઠ તાલુકાઓમાં સ્થાન ધરાવે છે. શિબિર દરમિયાન તેમણે લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી અને અધિકારીઓ પાસેથી યોજનાઓની માહિતી પણ મેળવી હતી.

કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ચૈતર વસાવાના આ નિવેદન બાદ રાજકીય વિશ્લેષકો અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં તેમના બદલાયેલા અભિગમ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.

હાલ તેમના આ નિવેદનને વિકાસલક્ષી રાજકારણ તરફના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યારે કેટલાક લોકો તેને સ્થાનિક રાજકીય સમીકરણો સાથે પણ જોડીને જોઈ રહ્યા છે.


આ પણ વાંચો:ભરૂચમાં ધારાસભ્ય ચૈતર વસાવાની મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાના કુટુંબીજન સાથે મારામારી

આ પણ વાંચો:ગુજરાતમાં BJP સામે વિપક્ષી રાજકારણના ત્રણ મોટા ચહેરા જિજ્ઞેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા

આ પણ વાંચો:BJP સામે નવું ‘પાવર સેન્ટર’ બનશે ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી અને ચૈતર વસાવા !