કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે (28 ડિસેમ્બર) ના રોજ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેઓને હિંસામાં ધરપકડ કરાયેલા પૂર્વ આઈપીએસ અધિકારીના ઘરે રોકવાનો પ્રયાસ કરી કરી રહેલી પોલીસે તેમને ગળું દબાવીને તેમને પછાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે પ્રિયંકાના આરોપોને એકદમ ખોટા ગણાવ્યા છે.
પ્રિયંકાએ પત્રકારોને જણાવ્યું હતું કે સીએએ વિરુદ્ધ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં નિવૃત્ત આઈપીએસ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. તે પાર્ટીના રાજ્ય મુખ્યાલયથી નિવૃત્ત આઈપીએસ અધિકારી ના પરિવારને મળવા માટે બહાર આવી હતી. રસ્તામાં પોલીસે તેઓને લોહિયા ચોકડીએ અટકાવ્યા. “હું ગાડીમાંથી નીચે ઉતરીને ચાલવા લાગી. મને ઘેરવામાં આવી અને એક મહિલા પોલીસકર્મીએ મારું ગળું દબાવ્યું અને મને ધક્કો માર્યો હતો. અને હું નીચે પડી ગઈ હતી. ત્યારબાદ હું એક કાર્યકર્તાના ટુવ્હીલર પાછળ બેસી ને ત્યાંથી નીકળી તો મને ત્યાથી પણ પાડી દેવામાં આવી હતી.
પોતાના ફેસબુક પેજ પર આ જ વાત લખતા કોંગ્રેસના મહાસચિવએ કહ્યું હતું કે, ‘પરંતુ મારો દ્રઢ નિશ્ચય અડગ છે. હું ઉત્તર પ્રદેશમાં પોલીસ દમનમાં દરેક નાગરિકની સાથે ઉભી છું. તે મારો સત્યાગ્રહ છે. ભાજપ સરકાર કાયરતાથી વર્તી રહી છે. હું ઉત્તર પ્રદેશની પ્રભારી છું અને હવે રાજ્યમાં હું ક્યાં જઈશ તેનો નિર્ણય ભાજપ સરકાર લેશે. ”જોકે પોલીસે પ્રિયંકાના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.
પોલીસ અધિકારી અર્ચના સિંહે પોતાના ઉચ્ચ અધિકારીઓને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે પ્રિયંકાના કાર્યક્રમમાં તેમની ફરજ કાફલાના પ્રભારી તરીકે મૂકવામાં આવી હતી. પ્રિયંકા ગોખલે માર્ગ ઉપરથી કૌલ હાઉસ જવા રવાના થઈ, પરંતુ તેની કાર નિર્ધારિત રસ્તે ન ગઈ અને લોહિયા માર્ગ તરફ જવા લાગી. તેણીને પૂછવામાં આવ્યું કે તે ક્યાં જવા માંગે છે.
અર્ચનાએ કહ્યું કે પાર્ટીના કાર્યકરોએ પ્રિયંકાના સ્થળ વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તે પછી પ્રિયંકા કારમાંથી નીચે ઉતરી અને કામદારો સાથે ચાલવા લાગી. જો કે તેમનું ગળું પકડવું અને ધ્ક્કોમાંરવો વગેરે કેટલીક ભ્રામક બાબતો સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહી છે, જે એકદમ અસત્ય છે.
પ્રિયંકાએ કહ્યું, ‘દારાપુરી 77 વર્ષીય પૂર્વ પોલીસ અધિકારી છે. તેમણે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન માટે ફેસબુક પર પોસ્ટ કરી હતી. છતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેની પત્ની ખૂબ બીમાર છે. આ બધું કેમ? કેમ કે તેઓને તમારી નીતિ પસંદ નથી? ”
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોકસિંહે કહ્યું કે જ્યારે પોલીસ અધિકારીએ તેમની કાર લોહિયા ચોકડી પર પ્રિયંકાના વાહન સામે મૂકી ત્યારે તે ચાલવા લાગી. લગભગ એક કિલોમીટર દૂર પુલ પાર કર્યા પછી, પ્રિયંકા ફરી ગાડી પર બેસી ગઈ. વળી, મુનશી પુલિયા વિસ્તારમાં પોલીસે તેમને ફરીથી રોક્યા, પછી તેઓ ફરી ચાલવા લાગ્યા અને અચાનક ઈંદિરા નગરના સેક્ટર 18 માં એક ગલીમાં વળી ગયા હતા.
આ હાઈવોલ્ટેજ ડ્રામા દરમિયાન પોલીસ અને પાર્ટીના નેતાઓ વચ્ચે અંધાધૂંધીનું વાતાવરણ હતું. થોડા સમય માટે, અમને ખબર ન હતી કે પ્રિયંકા ક્યાં ગઈ. બાદમાં જાણવા મળ્યું છે કે તે દારાપુરીના ઘરે પહોંચી છે. આ દરમિયાન તેણે લગભગ ત્રણ કિલોમીટરનો પ્રવાસ કર્યો.
દારાપુરીના પરિવારને મળ્યા બાદ પ્રિયંકાએ પત્રકારોને જણાવ્યું હતું કે, હું કારમાં શાંતિથી જઇ રહી હતી. તો પછી કાયદો અને વ્યવસ્થા કથળી જવાનું કેવું હતું? મેં કોઈને એમ પણ કહ્યું ન હતું કે જેથી મારી સાથે ત્રણથી વધુ લોકો ન આવે. જ્યારે હું પગપાળા ચાલતી હતી. ત્યારે મને અટકાવવામાં આવી. મને રોકવાનો તેમને અધિકાર નથી. જો તમારે ધરપકડ કરવી હોય તો કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
