Gujarat News/ વરસાદી માહોલ અને ચાંદીપુરા વાયરસ મુદ્દે તંત્ર એલર્ટ, આરોગ્ય વિભાગે દવા અને સ્પ્રે છંટકાવની હાથ ધરી કામગીરી

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા રોગ અટકાવવા તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ અટકાવવા સંદર્ભે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે

Top Stories Gujarat Others Uncategorized

Gujarat News: રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા રોગ અટકાવવા તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ અટકાવવા સંદર્ભે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગાડ્રાઇવ પુરજોશમાં હાથ ધરાઇ છે. વરસાદી ઋતુ ચાલુ હોવાથી પાણી કે મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજયમાં ગ્રામ્ય અને સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન અને અન્ય દવા તેમજ સ્પ્રે છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ ચાલુ કરવામાં આવી. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકે, મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય તે માટે દવા અને સ્પ્રે છંટકાવની કામગીરી સઘન રીતે હાથ ધરાઇ વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા અસરગ્રસ્ત વિસ્તારોમાં સખત સર્વેલન્સ કરીને આ વિસ્તારમાં દવા છંટકાવ કામગીરીને પ્રાથમિકતા અપાઇ છે.

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 58 કેસો નોંધાયા છે. આ વાયરસ સૌથી વધુ નાના બાળકોને અસર કરી રહ્યા છે. સત્તાવાર આંકડા મુજબ કુલ 20 બાળકોના ચાંદીપુરા વાઈરસથી મોત થયા છે. હાલમાં વડોદરા, જામનગર, રાજકોટ, અમદાવાદ અને પંચમહાલમાં વાયરસના કેસો નોંધાયા છે. ત્યારે હવે વધુ એક ભાવનગર જિલ્લામાં પણ 5 વર્ષની બાળકીમાં વાયરસના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. દિનપ્રતિદિન વાયરસ સંક્રમિત કેસોની સંખ્યા વધતા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: જૂનાગઢના કેશોદમાં બડોદરી નદીનો કહેર, રોડ રસ્તા અને ખેતરોનું ધોવાણ

આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું