Porbandar News: પોરબંદર જીલ્લામાં વરસાદની સ્થિતિમાં અસરગ્રસ્તો ભોજન સહિતની સહાયતા માટે સંપર્ક કરી શકશે. જીલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે હેલ્પલાઈન કાર્યરત છે.
પોરબંદર જીલ્લામાં છેલ્લા બે દિવસથી થયેલ વરસાદ અને ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીની સ્થિતિમાં જીલ્લા પ્રશાસન તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં શેલ્ટર હાઉસ ઊભા કરવામાં આવેલા છે. સ્થળાંતરિત કરેલા લોકો અને અસરગ્રસ્ત વિસ્તારમાં પણ લોકોની સહાયતા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોજન સહિતની સહાયતા માટે અસરગ્રસ્તો સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
જરૂર જણાય તો જીલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર જીલ્લા કંટ્રોલરૂમ નંબર- 0286-2220800 અને 0286-2220801 તેમજ 1077 ઉપર સંપર્ક કરવા કલેક્ટરે જણાવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણની લાલચે વેપારીએ પડાવ્યા 1.75 કરોડ રૂપિયા
આ પણ વાંચો: વડોદરામાં રચાયો ખૂની ખેલ, પત્ની, સાસુની આ રીતે કરી હત્યા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
