Gujarat News/ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમ ગુજરાતને કરશે પાણી-પાણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી!

બંગાળની ખાડીમાં એક નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે

Gujarat Top Stories

Gujarat News : આજે સવારથી રાજ્યના વિવિધ ભાગો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન વરસી રહેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. વરસાદના પગલે ગ્રાઉન્ડમાં કિંચડ થઇ જવાથી ગરબા રમતી વખતે હાલાકી ભોગવવી પડી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 29મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પણ આગાહી આપવામાં આવી છે.23 સપ્ટેમ્બર 2025ના રોજ ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે.

જ્યારે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.24 સપ્ટેમ્બર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી.25 અને 26 સપ્ટેમ્બરનું હવામાન જોઇએ તો અમદાવાદ, ગાંધીનગગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રગર, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, ખેડા, કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

જ્યારે રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, તાપી, વલસાડ, નર્મદા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.બીજી તરફ અંબાલાલ પટેલે 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.

એક તરફ જ્યાં ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. ત્યાં બીજી તરફ બંગાળની ખાડીમાં એક નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમ્સ આગામી ૨ થી ૩ દિવસમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની સંભવિત દિશા ઉત્તર-પશ્ચિમ તરફની છે, જેનો અર્થ છે કે તે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતને અસર કરી શકે છે.

આગામી દિવસોમાં આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવું હાલ દેખાઈ રહ્યું છે. આ નવી સિસ્ટમ્સના પ્રભાવ હેઠળ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં અને ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની પ્રબળ સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના આયોજકોએ લઘુમતીને પાસ આપતા થયો વિવાદ

આ પણ વાંચો:વડોદરામાં ફરી એકવાર શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ, જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાની ઘટના

આ પણ વાંચો:વડોદરાના પોશ કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં લૂંટારાઓ ઘૂસ્યા, ઘરઘાટીને ઇજા