Vadodara News/ વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના આયોજકોએ લઘુમતીને પાસ આપતા થયો વિવાદ

વડોદરામાં નવલી નવરાત્રિના ગરબા શરૂ થતાં પહેલા જ વિવાદ શરૂ થઈ ગયા છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા આમ પણ સૌથી જાણીતા ગરબા મનાય છે.

Top Stories Gujarat Vadodara Breaking News

adodara News: વડોદરામાં નવલી નવરાત્રિના ગરબા શરૂ થતાં પહેલા જ વિવાદ શરૂ થઈ ગયા છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા આમ પણ સૌથી જાણીતા ગરબા મનાય છે. હવે આ ગરબામાં લઘુમતી સમાજના સભ્યને પાસ આપવામાં આવતા હિંદુ સંગઠનોમાં જ જાણે મા દુર્ગા પ્રવેશી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હિંદુ સંગઠનોએ આ રીતે લઘુમતી સમાજના સભ્યને પાસ આપવા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને માંગ કરી છે કે લઘુમતી સમાજના સભ્યોને ગરબામાં ભાગ લેવા માટે ના પાડી હોવા છતાં પણ મંજૂરી આપતા આ તકલીફ સર્જાઈ છે.

આ બનાવ અંગે લક્ષ્મી વિલાસ પેલેસ (LVP)ના આયોજકોએ જણાવ્યું હતું કે પાસનું બૂકિંગ બૂક માય શો દ્વારા કરવામાં આવે છે. અમે કોઈને પાસ આપતા નથી. અમે પાસનું આઉટસોર્સિંગ કર્યુ છે. બૂક માય શો પર કોઈપણ વ્યક્તિ તેની ઓળખ સુપ્રદ કરીને અને નાણા ચૂકવીને પાસ મેળવી શકે છે. જો કે હિંદુ સંગઠનોના આક્રોશના પગલે આયોજકોએ આ વિવાદ વધુ ના વકરે અને ગરબા પહેલા જ સુમેળે તેનો ઉકેલ આવી જાય તે માટે સમિતિની બેઠક બોલાવી છે.

સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખે પહેલાથી જ માંગ કરી છે કે નવરાત્રિમાં લઘુમતીઓને ગરબામાં ભાગ લેવા માટે મંજૂરી ન આપવામાં આવે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબામાં પ્રવેશ માટે લઘુમતી સમુદાયના સભ્યને આપવામાં આવેલ પાસ વાયરલ થયા બાદ હિન્દુ સંઘ અને સંત સમિતિએ વિરોધ કર્યો છે. સંત સમિતિના વડા જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે નવરાત્રિ પહેલા સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પણ લઘુમતીઓને પાસ આપવામાં આવ્યા છે. હવે આ કિસ્સામાં તો પાસધારકે કોઈ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા નથી. તેણે સાચા દસ્તાવેજો રજૂ કર્યા છે. તેથી પાસ જારી કરનાર વ્યક્તિ જ ગુનેગાર છે.

તેમણે ઉમેર્યું હતું કે નવરાત્રિ સોમવારથી શરૂ થાય છે અને આયોજકોને અગાઉથી જ જણાવાયું હતું કે પાસ તપાસો અને વિતરણ કરતાં પહેલાં બધા સહભાગીઓને તિલક કરો. આમ છતાં લાગે છે કે સર સયાજીરાવ ગાયકવાડના સાંસ્કૃતિક વારસો ધરાવતા શહેરમાં ક્યાંક વારસાને કાટ લાગ્યો છે. તેનો પુરાવો આયોજકોએ લઘુમતીને ગરબામાં આપેલા પાસ છે.

તેમણે ઉમેર્યું હતું કે માતાજી અને નોરતા સનાતન ધર્મની આસ્થાની તથા શ્રદ્ધાની બાબત છે. હવે તેમા જેમને શ્રદ્ધા જ નથી તેને પાસ આપીને તેઓ સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છે. આયોજકોને પાઠ ભણાવવો જોઈએ તેમ અમે માનીએ છીએ.

જૈનાચાર્ય સૂર્યસાગરજીએ જણાવ્યું હતુ કે ગરબામાં એકપણ લઘુમતી હશે તો આયોજકોની સામે આકરાં પગલાં લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હું એકાદ દિવસ ગરબામાં જવાનો છું. બધા ગરબા આયોજકોને ચેતવણી છે કે તમારા ગરબામાં એકપણ લઘુમતી જોવા મળશે તો તે તમારા માટે સારું નહીં રહે. જો કોઈ માસાહારી ગરબામાં આવશે તો તેમને બક્ષવામાં આવશે નહીં. આયોજકોની સામે પણ પગલાં લેવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મંજૂરી માટે શહેરમાં 66 ગરબા આયોજકોએ અરજી કરી, એકપણ આયોજકને પોલીસે મંજૂરી આપી નથી

આ પણ વાંચો:કેમ યુવાનોમાં વધ્યું ‘OG મંડલી’નું આકર્ષણ?, પારંપારિક ગરબામાં..

આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ