Ahmedabad News/ મંજૂરી માટે શહેરમાં 66 ગરબા આયોજકોએ અરજી કરી, એકપણ આયોજકને પોલીસે મંજૂરી આપી નથી

સિંધુ ભવન રોડ અને એસજી હાઈવે પર બંદોબસ્ત ગોઠવાશે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : માં દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવરાત્રિની તૈયારીઓ રાજ્યમાં ઠેક ઠેકાણે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ અનેક સ્થળો પર ગરબાની રમઝટ માટે તૈયારીઓ શરૂ કરાઈ છે.પોલીસે નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.

નવરાત્રિના આયોજન અંગે ડીસીપી રીમા મુન્શીએ કહ્યું હતું કે, અમદાવાદમાં નવરાત્રિના ગરબા માટે કૂલ 66 આયોજકોએ પોલીસની મંજૂરી માટે અરજી કરી છે. પોલીસે હજી સુધી એક પણ આયોજકને મંજૂરી આપી નથી. પોલીસ ગરબાના ગ્રાઉન્ડ પર રૂબરૂ મુલાકાત કરશે. આયોજકો પાસે ફાયર એનઓસી છે કે નહીં તેમજ ગરબા તેમજ પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી છે કે નહીં તેવા તમામ નિયમોના પાલન બાદ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે.

ડીસીપી રીમા મુન્શીએ વધુમાં કહ્યું હતું કે, કોઈપણ ગરબા આયોજકે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. ગરબાના ગ્રાઉન્ડની આસપાસ ટ્રાફિક જામ ના થાય તે માટે સ્વયં સેવકોની મદદ લેવી પડશે. પોલીસ પણ ગરબા ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. ગરબા ગ્રાઉન્ડમાં આયોજકો દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટેજ જેવા સ્ટ્રક્ચર માટે પીડબલ્યૂડીમાંથી મંજૂરી લેવી પડશે. તમામ નિયમોનું પાલન કર્યા બાદ જ આયોજકોને ગરબાની મંજૂરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જણાવાયું હતું કે, પોલીસે નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.નવરાત્રિ સમયે શી ટીમ પણ પેટ્રોલિંગ કરશે. લોકો કાયદામાં રહીને નવરાત્રિ ઉજવે તેવી અપીલ કરવામાં આવે છે.

નોટિફિકેશન પ્રમાણે નવરાત્રિમાં ગરબાનો સમય 12 વાગ્યા સુધીનો છે. પીસીઆર વાનને કોઈપણ દુર્ઘટના થાય તો કોઈ હદ નહીં નડે. પહેલા હદની સમસ્યાને કારણે કોઈ પ્રતિસાદ મળતો નહોતો. ટ્રાફિક નિવારવા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવાશે. સિંધુ ભવન રોડ અને એસજી હાઈવે પર બંદોબસ્ત ગોઠવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિ ગાઈડલાઈન : પોલીસ તથા અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો પડશે

આ પણ વાંચો: GST UPDATE NEWS/નવરાત્રિની મોટી ભેટ, પહેલા દિવસથી 375 વસ્તુઓનો GST ઘટાડવામાં આવશે, નિર્મલા સીતારમણે કંપનીને આપી કડક સૂચનાઓ

આ પણ વાંચો: Gujarat News/નવરાત્રિમાં વરસાદી ખલેલથી ખેલૈયા ચિંતિત, જળાશયોના સ્તર છલોછલ, ખેડૂતોમાં ખુશી