Rajkot News/ ભાણેજ ગુમ, મામા ફરિયાદ કરવા પહોંચ્યા તો PSO ગોદડું ઓઢીને સૂતાં હતાં: કહ્યું- 24 કલાક પછી આવજો!

રાજકોટ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષનો કિશોર ગુમ (12 Year Old Boy Missing) થયો. ફરિયાદ કરવા પહોંચેલા મામાએ મહિલા PSOએ 24 કલાક પછી આવવાનું કહ્યું હોવાનો આક્ષેપ કર્યો. CCTVમાં અજાણ્યો શખ્સ પણ દેખાયો.

Gujarat Top Stories Rajkot Breaking News
12 Year Old Boy Missing: રેલવે પોલીસ સામે બેદરકારીનો આક્ષેપ

Rajkot News: રાજકોટ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષનો બાળક ગુમ થવાની ઘટના સામે આવી છે. બાળક અજાણી વ્યક્તિ સાથે પ્લેટફોર્મ પર જતો જોવા મળ્યો હોવાની (12 Year Old Boy Missing) પરિવારને શંકા છે. આ અંગે ફરિયાદ નોંધાવવા મોડી રાત્રે બાળકના મામા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે મહિલા PSO ગોદડું ઓઢીને સૂતાં હોવાનો અને 24 કલાક પછી આવવાનું કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને પગલે રેલવે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

12 Year Old Boy Missing: પ્લેટફોર્મ પર અજાણી વ્યક્તિ સાથે દેખાયો

પરિવારના જણાવ્યા અનુસાર, રાજકોટ રેલવે સ્ટેશન નજીક રહેતો 12 વર્ષનો કિશોર 21 નવેમ્બરની વહેલી સવારે આશરે 4:10 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. સવારે 4:18 વાગ્યે તે પ્લેટફોર્મ નંબર-1 પર પ્રવેશતો CCTVમાં જોવા મળ્યો હતો. તેની સાથે લાલ રંગની ટોપી પહેરેલો અને કેસરી રંગનું મફલર લટકાવેલો એક અજાણ્યો શખ્સ પણ દેખાયો હતો.

પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેનો કોઈ સંપર્ક થયો નથી. બાળકની જાણ થતાં જ પરિવારના સભ્યો 2થી 3 મિનિટમાં સ્ટેશન પર પહોંચી (Rajkot Railway Police) ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન નીકળી ગઈ હતી.

ચાઇલ્ડ હેલ્પલાઇન અને RPFનો સંપર્ક કર્યાનો દાવો

બાળકના મામા મુરલી ભાવનાણીએ જણાવ્યું હતું કે, બાળક ગુમ થયાની જાણ થતાં પરિવારજનોએ સૌપ્રથમ ચાઇલ્ડ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ RPF ઓફિસે જઈને CCTV (Missing Child CCTV) ફૂટેજ તપાસવાની રજૂઆત કરી હતી. જોકે, ત્યાં અરજી લખાવીને લાવવા જણાવાયું હોવાનો પરિવારનો આક્ષેપ છે.

મહિલા PSO ગોદડું ઓઢીને સૂતાં હોવાનો આક્ષેપ

મામા મુરલી ભાવનાણીએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદ આપવા માટે રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે નાઈટ PSO કામિનીબેન ગોદડું ઓઢીને સૂતાં હતાં. પરિવારજનોએ બાળક ગુમ થયાની જાણ કરી ત્યારે તેમણે 24 કલાક પછી આવવાનું કહ્યું હતું. આ જવાબને પગલે પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો છે.

પરિવારના જણાવ્યા મુજબ, તેમણે આખી રાત CCTV ફૂટેજ તપાસ્યા હતા અને સવારે 4:42 વાગ્યા સુધીનાં ફૂટેજ મેળવ્યા હતા, જેમાં બાળક પ્લેટફોર્મ પર જોવા મળ્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે બાળક અગાઉ પણ આ જ રીતે ગુમ થયો હતો, ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની DCP ક્રાઇમ અને બાંગરવા ટીમે તેને શોધી કાઢ્યો હતો.

CCTV તપાસી બાળકને શોધવાની પરિવારની માગ

પરિવારજનોએ બાળક ગુમ થયાની મિસિંગ ફરિયાદ નોંધવા અને રેલવે સ્ટેશન સહિત આસપાસના વિસ્તારોનાં CCTV કેમેરા તપાસવાની માગ કરી છે. તેમનો સવાલ છે કે 12 વર્ષનો બાળક અજાણી વ્યક્તિ સાથે ગયો હોવાની શંકા હોવા છતાં 24 કલાક રાહ જોવાનું કહેવામાં આવે તો આ સમય દરમિયાન તેની સાથે કોઈ અઘટિત ઘટના બને તો જવાબદારી કોની રહેશે? પરિવારજનોએ સમગ્ર મામલે જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ભાવિકનું મોત: ચિથરીયા પીર પાસે હાર્ટ એટેક આવતા કરુણ ઘટના

આ પણ વાંચો: જામનગરમાં વાડીમાં ચાલતી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, 5.77 લાખનો જથ્થો જપ્ત

આ પણ વાંચો: સોલામાં મેડિકલની વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ: પતિના મિત્રએ ઘરે આવી ટી-શર્ટ ફાડી