Junagadh News/ ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ભાવિકનું મોત: ચિથરીયા પીર પાસે હાર્ટ એટેક આવતા કરુણ ઘટના

જૂનાગઢની ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ચિથરીયા પીર પાસે હાર્ટ એટેક આવતા એક ભાવિકનું મોત (Girnar Parikrama Death) થયું. મહંત ભીમ બાપુની સૂચનાથી સેવકો, વન વિભાગ અને પોલીસે મૃતદેહ નીચે લાવ્યો.

Gujarat Top Stories Breaking News
Girnar Parikrama Death: ભાવિકનું હાર્ટ એટેકથી મોત

Junagadh News: જૂનાગઢના ગિરનાર જંગલમાં ચાલી રહેલી પવિત્ર લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) દરમિયાન એક દુઃખદ ઘટના સામે (Girnar Parikrama Death) આવી છે. પરિક્રમાના રૂટ પર ચિથરીયા પીર નજીક પદયાત્રા કરી રહેલા એક ભાવિકને અચાનક હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિક્રમા કરી રહેલા અન્ય ભાવિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Girnar Parikrama Death: મહંત ભીમ બાપુએ સેવકોને આપી સૂચના

ઘટનાની જાણ થતાં જ ઉપલા દાતાર જગ્યાના મહંત ભીમ બાપુએ તાત્કાલિક સૂચના આપી હતી. દુર્ગમ પહાડી વિસ્તારમાંથી મૃતક ભાવિકના મૃતદેહને માનભેર નીચે લાવવા માટે જગ્યાના સેવકોને કામગીરી સોંપવામાં આવી હતી. સૂચના મળતાં જ સેવકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

વન વિભાગ અને પોલીસની ટીમ પણ મદદે જોડાઈ

ગિરનારના જંગલ વિસ્તારના કઠિન રસ્તાઓ પરથી મૃતદેહને નીચે લાવવો પડકારજનક હતો. આ કામગીરીમાં પરિક્રમાના બંદોબસ્તમાં તૈનાત વન વિભાગના કર્મચારીઓ અને પોલીસ જવાનો પણ જોડાયા હતા. સેવકો, વન વિભાગ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે ભારે જહેમત ઉઠાવી મૃતદેહને સુરક્ષિત રીતે નીચે લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.


આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓનો ધસારો! ભીડને પગલે સવારે 6 વાગ્યે જ ખોલાયો ઇટવા ગેટ

આ પણ વાંચો: ગિરનાર પરિક્રમામાં પોલીસનો મેગા બંદોબસ્ત: 2,241 જવાનો તૈનાત, ડ્રોનથી પણ થશે મોનિટરિંગ

આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ: 5થી 7 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા