Ahmedabad News/ અમદાવાદમાં રતનપોળ પાસે MD ડ્રગ્સ-ચરસનો જથ્થો લઈને ફરતો શખસ ઝડપાયો

અમદાવાદના રિલીફ રોડ પર SOG ક્રાઈમ બ્રાન્ચે 4.30 ગ્રામ મેફેડ્રોન અને 2.720 ગ્રામ (Relief Road Drug Case) ચરસ સાથે નાસીરખાન પઠાણને ઝડપી પાડ્યો. કારંજ અને ફતેવાડીના બે સપ્લાયરોની શોધખોળ શરૂ.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Relief Road Drug Case: 2.720 ગ્રામ ચરસ સાથે આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad News: અમદાવાદના રિલીફ રોડ પર રતનપોળ (Relief Road Drug Case) સામે આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સ નજીકથી SOG ક્રાઈમ બ્રાન્ચે (SOG Crime Branch) બાતમીના આધારે એક શખસને મેફેડ્રોન (MD ડ્રગ્સ) અને ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 4.30 ગ્રામ મેફેડ્રોન અને 2.720 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આરોપી આ નશીલા પદાર્થનો જથ્થો છૂટક વેચાણ માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Relief Road Drug Case: રિલીફ રોડ પરથી નાસીરખાન પઠાણની ધરપકડ

SOG ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે દરિયાપુરના પ્રેમ દરવાજા અંદર રહેતો નાસીરખાન પઠાણ રિલીફ રોડ પર રતનપોળ સામે મૂર્તિમંત કોમ્પ્લેક્સની આસપાસ ગેરકાયદે નશીલા પદાર્થોનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતાં નાસીરખાનને કોર્ડન કરીને તેની તલાશી લેવામાં આવી હતી.

રૂ.13 હજારનું MD ડ્રગ્સ અને ચરસ જપ્ત

તલાશી દરમિયાન આરોપીના ખિસ્સામાંથી મેફેડ્રોન અને બેગમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.13 હજારનું MD ડ્રગ્સ અને રૂ.680નું ચરસ સહિત કુલ રૂ.33,580નો મુદ્દામાલ કબજે (Charas Seized Ahmedabad) કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ જથ્થો કારંજના ઈબ્રાહિમ પાપા અને ફતેવાડીના મહમદ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. તે આ નશીલા પદાર્થો છૂટકમાં વેચાણ કરવા લાવ્યો હોવાની પણ કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: જોધપુર ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો: સુરેન્દ્રનગરનો આરોપી ઝડપાયો, અમદાવાદ-વડોદરા સહિતના શહેરોમાં સ્પા સેન્ટરથી MD ડ્રગ્સ સપ્લાયનો આરોપ

આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત

આ પણ વાંચો: અમદાવાદના રખિયાલમાં 3.36 ગ્રામ MD ડ્રગ્સ સાથે આધેડ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ