Not Set/ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગાંધીનગરના આશાસ્પદ યુવાનનું મોત

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગાંધીનગરના આશાસ્પદ યુવાનનું મોત થયું છે. જેને લઈ પરિવારમાં શોક મોજું ફરી વળ્યું છે.  હાલમાં જ ઓસ્ટ્રેલિયા અભ્યાસ અર્થે ગયેલા જય પટેલ નામના યુવકનું મેલબોર્નમાં અવસાન થયું છે

Top Stories Gujarat
યુવાનનું મોત

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગાંધીનગરના આશાસ્પદ યુવાનનું મોત થયું છે. જેને લઈ પરિવારમાં શોક મોજું ફરી વળ્યું છે.  હાલમાં જ ઓસ્ટ્રેલિયા અભ્યાસ અર્થે ગયેલા જય પટેલ નામના યુવકનું મેલબોર્નમાં અવસાન થયું છે. 22 વર્ષની વયે નિધનથી વતનમાં રહેતો પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થયો છે.

શોકમય પરિવાર
મૃતક જય ભરત પટેલ ગાંધીનગર જિલ્લાના  માણસાના પડુસમાનો વતની છે.  તેના મૃતદેહને વતન પાછો લાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે  મૃતદેહને વતન પહોંચાડવા ફાળો એકઠો કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના ભારતીય સમૂદાયે અડધો કલાકમાં 20 હજાર ડોલર ઉઘરાવ્યા છે. હાલ જયના પરિવારને મદદ કરવા આહવાન પણ કરવામાં આવ્યું છે. 43 હજાર ડોલરથી વધુનું ભંડોળ એકઠું થયું છે.

અત્રે નોંધનીય છે કે, જય પટેલ સ્ટુડન્ટ્સ વિઝા પર ભણી રહ્યો હતો. શુક્રવારે બપોરે જય પટેલનું અવસાન થયું હતું. મોતનું કારણ અકબંધ છે. હાલમાં  પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. સોમવારે જય પટેલનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.

World / અમેરિકામાં વાવાઝોડાએ તબાહી મચાવી, 50ના મોત, કેન્ટુકી રાજ્યમાં ઈમરજન્સી જાહેર

National / 20 વર્ષમાં હિન્દુ આસ્થા-સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા PM  મોદી , આ મંદિરોના નિર્માણમાં આપ્યું યોગદાન