- વિવાદમાં સપડાયેલા એન.કે.રબારીની બદલી
- 3 આરોપીની પોલીસે કરી ધરપકડ એક ફરાર
- પોલીસે એક આરોપીને પકડવા બે ટીમો બનાવી
- કોર્ટમાં રજુ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરાશે
મોડાસાની પીડિતાના મોત મામલે વિવાદમાં સપડાયેલા મોડાસા ટાઉન પીઆઇ એન કે રબારીની બદલી કરવામાં આવી છે. આ પીઆઈને ઇસરી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. યુવતીના મોત મામલે બેદરકારીના આક્ષેપ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
મોડાસા યુવતીના મોત મામલો, ત્રણ આરોપીઓએ શનિવારે મોડી રાત્રે જાતેજ સરન્ડર કર્યું
યુવતીના પરિવારે PI એન.કે રબારીની પર આક્ષેપ લગાવ્યા હતા. ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. મોડાસા પોલીસે ધરપકડ કરી હતી. બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, જીગર પરમાર દ્વારા સામે ચાલીને પોલીસ મથકે હાજર થયા હતા. જેમાં સતીશ ભરવાડ નામનો આરોપી હાલ પણ ફરાર છે. પોલીસે એક આરોપીને પકડવા બે ટિમો બનાવી છે.
મોડાસામાં યુવતીનો શંકાસ્પદ મોત મામલો / હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરે કરી ન્યાયની માંગ
મોડાસાની યુવતીના મોત મામલે કયાં બોલિવુડ એકટરે કર્યુ ટ્વીટ ?
તપાસ કરનાર અધિકારી DySP એસ.એસ.ગઢવીએ નિવેદન આપ્યું હતું. DySPએ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપીઓનુ મેડિકલ કરાવવામાં આવશે. સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવા મેડિકલ કરાશે. કોર્ટમાં રજુ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરશે. આરોપી અને ભોગ બનનાર વચ્ચે સંબંધની તપાસ કરાશે.
મહિલા આયોગના સભ્યો પણ આ પીડિત યુવતીના પરિવારજનોને આજે મળશે. સાયરા ગામે મૃતક યુવતીના પરિવારની મુલાકાત લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
