Ahmedabad News/ અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત

Ahmedabad MD Drug Factory: અમદાવાદના સરખેજમાં NCBએ રહેણાંક મકાનમાં દરોડો પાડીને MD ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપી પાડી છે. ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ અને સાધનો જપ્ત કરાયાં છે. મકાન માલિકની અટકાયત કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad MD Drug Factory: સરખેજમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત | MAJOR DRUG BUST

Ahmedabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની લેબોરેટરીનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ પર્દાફાશ (Ahmedabad MD Drug Factory) કર્યો છે. મોહમ્મદી પાર્ક નજીક આવેલા મકાનમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મકાનના ભોંયરામાંથી ડ્રગ્સ બનાવવા માટે વપરાતો કરોડો રૂપિયાની કિંમતનો કાચો માલ, કેમિકલ્સ અને સાધનો મળી આવ્યાં હતાં. આ મામલે મકાન માલિકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad MD Drug Factory: ભોંયરામાં ગુપ્ત રીતે ચાલતી હતી લેબોરેટરી

NCBને સરખેજ વિસ્તારમાં ગેરકાયદે રીતે સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની બાતમી મળી (Sarkhej Raid) હતી. તેના આધારે ટીમે મોહમ્મદી પાર્ક નજીક આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનની તપાસ દરમિયાન ભોંયરામાં ગુપ્ત રીતે લેબોરેટરી તૈયાર કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન સ્થળ પરથી મેફેડ્રોન (MD) ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતો કાચો માલ, વિવિધ કેમિકલ્સ અને સાધનોનો જથ્થો મળી આવ્યો હતો. NCBએ આ તમામ સામગ્રી કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

મકાન માલિકની અટકાયત, કોફી શોપની પણ તપાસ

આ કેસમાં મકાન માલિકની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી એક કોફી શોપ પણ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સના કથિત નેટવર્ક સાથે કોફી શોપનો કોઈ સંબંધ છે કે કેમ તે જાણવા એજન્સીઓએ ત્યાં પણ તપાસ હાથ ધરી (Gujarat Drug News) છે.

હાલ NCB એ દિશામાં તપાસ કરી રહી છે (NCB Investigation) કે લેબોરેટરી કેટલા સમયથી કાર્યરત હતી, કાચો માલ અને કેમિકલ્સ ક્યાંથી લાવવામાં આવતાં હતાં અને તૈયાર થયેલો ડ્રગ્સનો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો. આ નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો: અમદાવાદના રખિયાલમાં 3.36 ગ્રામ MD ડ્રગ્સ સાથે આધેડ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ

આ પણ વાંચો: Porterની આડમાં MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ

આ પણ વાંચો: નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર? સુરતમાં MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો