Not Set/ ગેરકાયદેસર સંપત્તિનાં આરોપમાં વાડ્રાનાં નજીક ગણાતા સીસી થંપીની ED એ કરી ધરપકડ

રોબર્ટ વાડ્રાની નજીક ગણાતા યુએઈ સ્થિત એનઆરઆઈ ઉદ્યોગપતિ સીસી થંપીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. થંપી પર આરોપ છે કે તેમણે ભારતમાં અનેક સંરક્ષણ સોદા કર્યા છે. દુબઈ સહિત ભારતમાં પણ તેમણે અનેક સ્થળોએ ગેરકાયદેસર સંપત્તિ બનાવી છે. ઇડી તરફથી મળતી માહિતી અનુસાર, રોબર્ટ વાડ્રાની લંડન સંપત્તિમાં સંજય ભંડારી અને સીસી થંપીનું નામ […]

Top Stories India

રોબર્ટ વાડ્રાની નજીક ગણાતા યુએઈ સ્થિત એનઆરઆઈ ઉદ્યોગપતિ સીસી થંપીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. થંપી પર આરોપ છે કે તેમણે ભારતમાં અનેક સંરક્ષણ સોદા કર્યા છે. દુબઈ સહિત ભારતમાં પણ તેમણે અનેક સ્થળોએ ગેરકાયદેસર સંપત્તિ બનાવી છે. ઇડી તરફથી મળતી માહિતી અનુસાર, રોબર્ટ વાડ્રાની લંડન સંપત્તિમાં સંજય ભંડારી અને સીસી થંપીનું નામ પણ હતું. આ અગાઉ ઇડી પણ અનેક વખત થંપીની પૂછપરછ કરી ચુકી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાડ્રા પર આરોપ છે કે તેઓ 2009-2010 માં સંરક્ષણ સોદામાં મળેલા કમિશનમાંથી શેલ કંપનીઓ દ્વારા લંડનમાં મિલકત ખરીદતા હતા. બીજી બાજુ, જો થંપીની વાત કરીએ તો તે મૂળ કેરળના છે અને 1981 માં હોલીડે ગ્રુપનો પાયો નાખ્યો હતો. હોલીડે ગ્રુપનાં માલિક થંપી, યુએઈ અને ભારતમાં ઓફિસ ધરાવે છે.

ફેમા નિયમોનાં ભંગ બદલ થંપીની ત્રણ કંપનીઓની તપાસ ઇડી કરી રહી છે. થંપીનું નામ અનેક ગેરકાયદેસર સંપત્તિનાં સોદામાં સામે આવ્યું છે. આ અગાઉ માર્ચ 2019 માં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને પણ થંપી અને ભંડારી પર યુપીએ સરકારમાં સંરક્ષણ અને પેટ્રોલિયમ સોદામાં દખલ કરવાનો આરોપ મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.