Jammu Kashmir News/ જમ્મુ-કાશ્મીરમાં બે શહીદ પોલીસકર્મીઓના મૃતદેહ ડમ્પરમાં લવાતાં ધારાસભ્ય ભડક્યા, અધિકારીઓ સામે ઉઠાવ્યા સવાલ

Kishtwar SPO Personnel: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા બે SPOના મૃતદેહ ડમ્પરમાં લાવવામાં આવ્યા હોવાનો ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે આક્ષેપ કર્યો છે. અંતિમ સંસ્કાર દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Top Stories India
Kishtwar SPO Personnel: બે શહીદ પોલીસકર્મીઓના મૃતદેહ ડમ્પરમાં લવાતાં વિવાદ, ધારાસભ્યનો રોષ

Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓના હુમલા (Terrorist Attack)માં જીવ ગુમાવનારા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ના પાર્થિવ દેહને વતન પહોંચાડવાની વ્યવસ્થાને લઈને વિવાદ (Kishtwar SPO Personnel) સર્જાયો છે. ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે આક્ષેપ કર્યો છે કે બંને જવાનોના મૃતદેહ તાબૂત વિના ડમ્પરમાં રાખીને તેમના પૈતૃક ગામે લાવવામાં આવ્યા હતા. તેમણે આ ઘટનાને શહીદ જવાનોનું અપમાન ગણાવી પોલીસ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Kishtwar SPO Personnel: અંતિમ સંસ્કાર વખતે ભાવુક થયા ધારાસભ્ય

શુક્રવારે કિશ્તવાડના કરિયાર ગામમાં બંને જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય શગુન પરિહાર અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શગુન પરિહાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે દેશની સેવા કરતાં જીવ ગુમાવનારા જવાનોના પાર્થિવ દેહ સાથે આવું વર્તન કેમ કરવામાં આવ્યું?

બુધવારથી લાપતા હતા બંને જવાનો

મળતી માહિતી અનુસાર, બુધવારે બપોરે મારવાહના દેહરના જંગલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બાદ રશપાલ સિંહ અને બોબી ચંદ નામના બંને SPO લાપતા થઈ ગયા હતા. ગુરુવારે સવારે સુરક્ષાદળોને જંગલ વિસ્તારમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના શરીર પર ગોળીઓનાં નિશાન હતાં. તેમની સર્વિસ રાઇફલ પણ મળી આવી નહોતી.

બંને જવાનો સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)નો ભાગ હતા. ઘટનાને પગલે સુરક્ષાદળોએ હુમલાખોરોની શોધખોળ માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બંને જવાનોના મૃતદેહ ડમ્પરમાં લાવવામાં આવ્યા હોવાના આક્ષેપને લઈને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો: કિશ્તવાડમાં 2 SPOની હત્યા: જંગલમાંથી મળ્યા મૃતદેહ, હથિયારો ગાયબ

આ પણ વાંચો: રાજનાથ સિંહ કિશ્તવાડ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, રાહત પેકેજની જાહેરાત શક્ય

આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર; સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે AK-47 રાઈફલ પણ જપ્ત કરી