Dwarka News: દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરમાં (Dwarkadhish Temple) ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને મંદિર વ્યવસ્થાપક સમિતિએ નવા નિયમો (Dwarka Temple Photography Rules) લાગુ કર્યા છે. હવે મંદિર પરિસરમાં કોઈ પણ પ્રકારના ફોટો પાડવા કે વીડિયો ઉતારવા માટે સમિતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. જ્યારે ભોગ-મનોરથ અને ધ્વજાજીના ઉત્સવની ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી માટે ₹2,500ની ફી નક્કી કરવામાં આવી છે.
Dwarka Temple Photography Rules: 27 ઓક્ટોબરની બેઠકમાં લેવાયો નિર્ણય
દ્વારકાધીશ મંદિર (Jagat Mandir) વ્યવસ્થાપક સમિતિની 27 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી બેઠકમાં મંદિરની વ્યવસ્થા અને ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા નિયમો મુજબ, મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા માટે વ્યવસ્થાપકની પૂર્વ મંજૂરી લેવી પડશે.
અધિકૃત ફોટોગ્રાફર મારફતે જ ફોટો-વીડિયો લઈ શકાશે
નવી વ્યવસ્થા અનુસાર, બહારની કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે મંદિર પરિસરમાં ફોટો કે વીડિયો ઉતારી શકશે નહીં. ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની વ્યવસ્થા સમિતિ દ્વારા નિયુક્ત અધિકૃત ફોટોગ્રાફર મારફતે જ કરવામાં આવશે. આ માટે શ્રદ્ધાળુઓએ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનું પાલન કરવાનું રહેશે.
વાયરલ વીડિયો વિવાદ બાદ નિયમોમાં ફેરફાર
ઉલ્લેખનીય છે કે અગાઉ જાણીતા કથાકાર મોરારી બાપુ અને લોકગાયક કીર્તિદાન ગઢવીનો મંદિરની અંદરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા (Morari Bapu Video Controversy) બાદ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના નિયમોને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ બાદ મંદિર પ્રશાસને ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી ન થાય અને મંદિરની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નવા નિયમો બનાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે નિર્ધારિત ફી અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ અધિકૃત રીતે ફોટો અને વીડિયો લઈ શકાશે.
આ પણ વાંચો: દ્વારકાધીશ મંદિરમાં મોબાઈલ લઈ વીડિયો બનાવ્યો, સુરતના 33 વર્ષીય સામે ગુનો; iPhone જપ્ત
આ પણ વાંચો: દ્વારકાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓની ભીડ: દિવાળીમાં ગુજરાતનાં 8 સ્થળોએ તૂટ્યો રેકોર્ડ
આ પણ વાંચો: જામનગર-દ્વારકામાં બે દિવસમાં 152 વીજચોરી ઝડપાઈ, PGVCLનું સઘન ચેકિંગ ચાલુ
