અરવલ્લીનાં મોડાસામાં પણ આવ્યા એક સાથે કોરાના પોઝિટિવનાં નવા 5 કેસ. અરવલ્લી જીલ્લાનાં મોડાસાનાં અલહયાત, દરિયાઈ, બેલીમવાડા, નાવજીફળીમાં કોરાના નવા 4 કેસ સામે આવતા ફફડાટ જોવામાં આવી રહ્યો છે. તો અરાવલ્લી ગ્રામ્યમાં સબલપુર ગામમાં 38 વર્ષીય યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે સામે આવેલા 5 કેસ પછી અત્યાર સુધી જિલ્લામાં કોરોનાનાં કુલ 168 કેસ નોંધવામાં આવ્યા છે.
પાટણ જિલ્લામાં પણ કોરોના વધુ વકર્યો હોય તેવી રીતે એક સાથે પાંચ કેસ સામે આવ્યા છે. આજે સામે આવેલા 5 કેસમાં 2 મહિલા અને 3 પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જકશી વાડો મહોલ્લાના વૃદ્ધને, સોનિવાડા ખેજડાની પોળની વૃદ્ધાને અને સરસ્વતીના જંગરાલની મહિલાને તેમજ રાધનપુરના ધાર્મિક સોસાયટીના પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યા છે. સાથે સાથે જ સિદ્ધપુરનાં તહેરપુરાનાં યુવકને કોરોના પોઝિટિવ આવતા હાલ જીલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 130 પર પહોંચી ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
