Not Set/ વડોદરમાં 258 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયા, ક્રાઇમ બ્રાન્ચ કોરોનાની તપાસમાં થઇ સફળ

વડોદરામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે અને હાલ સુધી 279 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, ત્યારે આ કેસ ક્યાંથી ફેલાયા તે અંગે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કુલ કેસોમાંથી 258 જેટલા કેસો લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયા હતા. લોકલ ટ્રાન્સમિશનથી કેવી રીતે કોરોના ફેલાયો તે અંગે તપાસ કરાઈ હતી અને જેમાંથી 252 જેટલા કેસો કેવી રીતે ફેલાયા […]

Gujarat Vadodara

વડોદરામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે અને હાલ સુધી 279 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, ત્યારે આ કેસ ક્યાંથી ફેલાયા તે અંગે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કુલ કેસોમાંથી 258 જેટલા કેસો લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયા હતા. લોકલ ટ્રાન્સમિશનથી કેવી રીતે કોરોના ફેલાયો તે અંગે તપાસ કરાઈ હતી અને જેમાંથી 252 જેટલા કેસો કેવી રીતે ફેલાયા તે અંગે તપાસ પૂર્ણ કરવામાં આવી છે. 

વડોદરામાં કોરોનાના હોટસ્પોટ નાગરવાડામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો, જેમાં પ્રથમ કેસ એવા ફિરોઝ પઠાણને અમદાવાદથી ચેપ લાગ્યો હતો.. ત્યારબાદ મોટા પ્રમાણમાં લોકોને ચેપ લાગવામાં શાકભાજી માધ્યમ બન્યું હતું. આ દરમિયાન મોટાભાગના લોકોને શાકભાજી ખરીદતી વખતે ચેપ લાગ્યો હતો, જયારે અમુક જ લોકોને કોરોનાગ્રસ્ત સંબંધીથી ચેપ લાગ્યો હતો.4 જેટલા લોકોને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.