Not Set/ વડોદરા/ નશાખોર સામે પોલીસની લાલ આંખ, સગીર સહીત, 50 નશાખોરની ધરપકડ

ગુજરાત ધીમે ધીમે ઉડતા પંજાબ માં ફેરવાઈ રહ્યું છે, આડે દિવસે દારૂ, ગાંજા, ડ્રગ જેવા માદક પદાર્થો ગુજરાતમાં થી મળી આવે છે. અને હવે તો ગાંજા જેવા માદક પદાર્થોની ખેતી પણ ગુજરાતમાં સામાન્ય બની ગયી છે, ત્યારે વડોદરા પોલીસે નશો કરતા અને નશીલા પદાર્થનું વેચાણકર્તા સામે તવાઈ બોલાવી છે. વડોદરા  ખાતે આજે પોલીસે નશાખોરો સામે […]

Gujarat Vadodara

ગુજરાત ધીમે ધીમે ઉડતા પંજાબ માં ફેરવાઈ રહ્યું છે, આડે દિવસે દારૂ, ગાંજા, ડ્રગ જેવા માદક પદાર્થો ગુજરાતમાં થી મળી આવે છે. અને હવે તો ગાંજા જેવા માદક પદાર્થોની ખેતી પણ ગુજરાતમાં સામાન્ય બની ગયી છે, ત્યારે વડોદરા પોલીસે નશો કરતા અને નશીલા પદાર્થનું વેચાણકર્તા સામે તવાઈ બોલાવી છે.

વડોદરા  ખાતે આજે પોલીસે નશાખોરો સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે  નશાખોર પર તવાઇ બોલાવી છે. પોલીસે 10ની ટીમ બનાવી ચેકીંગની કામગીરી હાથ ધરી  હતી. વહેલી સવારે ચેકીંગ હાથ ધરી કુલ 50 જેટલા નશાખોરની પોલીસે ધરપકડ કરી છે. સયાજીગંજ,પરશુરામ ભઠ્ઠા સહિત ના સ્થળો એ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને ૫૬ જેટલા યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કેટલાક સગીર નો પણ સમાવેશ થાય છે. તમામ ના બ્લડ સેમ્પલ લેવાયા બાદ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સગીરોનો પણ સમાવેશ થાય છે.

સાથે ડ્રગ્સ વેંચનાર કેટલીક મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.  આ ઉપરાંત ડ્રગ્સ સપ્લાયર મઢી અને બકુલાની પણ પોલીસે ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.