Ahmedabad News/ બોલિવૂડની ‘ડોન’મૂવીના કેરેક્ટરને યાદ કરાવતી ભેજાબાજ આરોપી મહિલા “રેની જોશીલ્ડા”

આરોપી મહિલાએ પોતાની આવડત નો દુરુપયોગ કરી ને બે વર્ષ સુધી 11 રાજ્યોની પોલીસને દોડતી કરી હતી. એક તરફી પ્રેમને પરેશાન કરવા આ ટેક્નોક્રેટ મહિલાએ ખતરનાક કાવતરું ઘડ્યું હતું , આખરે પાંજરે પુરાઈ

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: પ્રેમમાં મળેલો દગોનો બદલો લેવા  એક યુવતીએ એવું કૃત્ય કર્યું કે આખી દેશની પોલીસ હરકતમાં આવી ગઈ હતી.અમદાવાદ સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ આખા દેશમાં ખોફ નો માહોલ ઊભો કરી ધમકીભર્યા ઈમેઈલ કેસમાં ચેન્નાઈથી એક યુવતી રેની જોશીલ્ડાની ધરપકડ કરવામાં આવી છે. આ યુવતીએ માત્ર અમદાવાદમાં જ નહીં, પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત સહિત 11થી વધુ શહેરોમાં ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા હતા.અમદાવાદમાં જ તેણે કુલ 21 ઈમેઈલ કર્યાં હતા – જેમાં સિવિલ હોસ્પિટલ, સ્ટેડિયમ ઉડાવવાની ધમકી અને બોપલની સ્કૂલને લક્ષ્ય બનાવીને Bomb બ્લાસ્ટ કરવાના ઈમેઈલ મોકલાયા હતા.

કોણ છે છે રેની જોશીલ્ડા ?

ચેન્નાઈની આ આરોપી રેની જોશીલ્ડાએ BE એન્જિનિયરિંગ કર્યા પછી રોબોટિક્સનો કોર્સ કર્યો હતો. હાલ તે એક ખાનગી કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતી. પરંતુ ટેક્નોલોજીનો ઉપયોગ તેણે સુરક્ષા તંત્રને ચકમો આપવા માટે કર્યો.

શું શું કર્યું હતું આ ભેજાબાજ આરોપી મહિલાએ ?

તપાસમાં ખુલ્યું છે કે તેણીએ 80થી વધુ વર્ચ્યુઅલ મોબાઇલ નંબર અને ફેક ઈમેઈલ ID બનાવી હતી. એટલું જ નહીં, તેણે પાકિસ્તાનની વેબસાઈટનો સહારો લઈને ફેક એકાઉન્ટ પણ ખોલ્યું હતું…પોલીસના જણાવ્યા મુજબ રેની એક તરફી પ્રેમમાં હતી. જ્યારે તેણીનો પ્રેમી દિવ્યેશ પ્રભાકરને લગ્ન થયા, ત્યારે તેણે પ્રેમીના નામે ઈમેઈલ એકાઉન્ટ બનાવી, અને દેશભરના વિવિધ સ્થળોએ ધમકીભર્યા ઈમેઈલ મોકલવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે, પ્લેન ક્રેશની ઘટના બાદ તેણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલને ઈમેઈલ કરીને પ્લેન ક્રેશમાં પોતાની જવાબદારી સ્વીકારી હતી – જેને લઇને તંત્ર પણ એક ક્ષણે ભ્રમમાં આવી ગયું હતું.

કઈ ટેક્નિલોજી નો કેવી રીતે દુરુપયોગ થાય છે?

  1. વીપીએન (VPN) નો દુરુપયોગ કેવી રીતે થઈ શકે?

VPN (Virtual Private Network) એ આપણા ઇન્ટરનેટ કનેક્શનને ગુપ્ત રાખે છે. પરંતુ તેનો ઉપયોગ અપરાધીઓ કેવી રીતે કરી શકે છે:

  • પોતાની ઓળખ છુપાવવા માટે (IP એડ્રેસ બદલીને)
  • હેકિંગ, ફિશિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે
  • દેશમાં પ્રતિબંધિત વેબસાઇટ્સ ખોલવા માટે
  • ઇલિગલ સામગ્રી (ડ્રગ્સ, વેઅપન્સ) ડાઉનલોડ કે વેચવા માટે
  • ફેક લોકેશન બતાવીને ફ્રોડ કરવા માટે
  1. નકલી ઈમેલ આઈડીનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે?

Fake Email ID લોકો પોતાનું સાચું નામ અને ઓળખ છુપાવવા માટે બનાવે છે.

  •  ફિશિંગ ઈમેલ્સ મોકલીને પાસવર્ડ ચોરવા
  •  સરકારી અધિકારીઓ કે કંપનીઓનું ભેજો બનાવી લોકોને ઠગવા
  •  બ્લેકમેઈલિંગ, ધમકી આપવી કે ફરજીયાત લિંક્સ મોકલવી
  •  સ્પેમ મોકલવી કે ખોટી ખબર ફેલાવવી
  1. ડાર્ક વેબ (Dark Web) નો દુરુપયોગ કેવી રીતે થઈ શકે?

ડાર્ક વેબ એ ઇન્ટરનેટનો એવો ભાગ છે જ્યાં સામાન્ય બ્રાઉઝરથી પહોંચવું મુશ્કેલ છે.

  •  ડ્રગ્સ, હથિયાર અને માનવ તસ્કરી માટેનાં પ્લેટફોર્મ
  • ચોરી ગયેલી ક્રેડિટ કાર્ડ્સ અને બેંક ડેટાની વેચાણ-ખરીદી
  •  હેકર્સ દ્વારા હેકિંગ સેવા વેચવી
  •  નકલી દસ્તાવેજો અને પાસપોર્ટ વેચવા
  • ખોટી ઓળખ દ્વારા ગુનાખોરી
  1. વીઓઆઈપી (VoIP) નંબરનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે?

VoIP (Voice over Internet Protocol) નંબર ઈન્ટરનેટ પરથી બોલાવવામાં ઉપયોગ થાય છે, જેનાથી ઓળખ છુપાય શકે છે.

  •  આંતરરાષ્ટ્રીય ઠગાઈના કિસ્સાઓ માટે (જેમ કે લોટરી, ઇનશ્યોરન્સ ફ્રોડ)
  • ખોટા કોલ કરી ધમકી આપવી કે પેમેન્ટ માગવી
  • પોલીસ કે બેંક અધિકારી બનીને ફ્રોડ કરવો
  • ટ્વિક કરી શકાય એવા નમ્બરો દ્વારા ભ્રમ પેદા કરવો

ટેક્નોલોજીના આ સાધનો આપણા જીવનને સરળ બનાવે છે, પરંતુ તેનો દુરુપયોગ પણ સંભવ છે. નીચે દરેક બિંદુ પર સ્પષ્ટ અને સરળ ભાષામાં માહિતી આપી છે.

ટેકનોક્રેટ આ યુવતીને પકડવા માટે 11 રાજ્યોની પોલીસે સંયુક્ત પ્રયાસ કર્યો હતો.. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર સેલ અને સેન્ટ્રલ એજન્સીઓના સહયોગથી, આખરે ચેન્નઈથી રેનીને ઝડપી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં 100થી વધુ ઈમેઈલ મોકલાયા હોવાની શક્યતા છે.

ભેજાબાજ રેનીએ રથયાત્રા પહેલા પણ પોલીસને દોડાવી હોત!!

ઈમેલ કરનાર આરોપી રેની ઝડપાઈ ન હોત, તો તેણે આગામી રથયાત્રા જેવી મહત્ત્વની ઈવેન્ટને પણ લક્ષ્ય બનાવી શકે તેવી તૈયારીઓ કરી રાખી હતી.આમ આ આરોપી યુવતીએ ટેક્નોલોજીનો દૂર ઉપયોગ કરી બદલો લેવા માટે અને પોતાના ભૂતપૂર્વ પ્રેમીને ફસાવવા માટે આ ષડયંત્ર રચ્યું હતું.

@વિશાલ મહેતા 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં નવરચના સ્કૂલને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આ પણ વાંચો:મારી પાસે બોમ્બ છે કહીને એર ઇન્ડિયાની ફ્લાઇટને માથે લેનાર મુસાફરની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી, થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ