Not Set/ હવે માતાના ડોક્યુમેન્ટથી બાળકોને જાતિનું સર્ટીફિકેટ મળી શકશે,જાણો વિગત

. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા મંગળવારે કરોલ બાગમાં રહેતી એક માતા ગીતા દેવીનું SC-ST જાતિ પ્રમાણપત્ર આપીને તેની શરૂઆત કરી હતી

Top Stories India

દિલ્હીમાં માતાના પ્રમાણપત્રના આધારે બાળકોના સર્ટિફિકેટ મળવા લાગ્યા છે. અગાઉ જાતિનું પ્રમાણપત્ર બનવા માટે બાળકો માટે પિતાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત હતું. હવે સિંગલ મધર્સને તેમના બાળકોના પ્રમાણપત્રો બનાવવાની ઝંઝટમાંથી ઘણી હદ સુધી મુક્તિ મળશે.

રેખા નામની મહિલાએ કહ્યું, “હું સિંગલ મધર છું. હવે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે, મારી દીકરીને સરકારની તમામ સુવિધાઓ મળશે.”દિલ્હીમાં સિંગલ મધરના નામે બાળકોનું જાતિ પ્રમાણપત્ર પણ બનાવવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા મંગળવારે કરોલ બાગમાં રહેતી એક માતા ગીતા દેવીનું SC-ST જાતિ પ્રમાણપત્ર આપીને તેની શરૂઆત કરી હતી  દિલ્હીમાં પ્રથમ વખત બાળકોને તેમની માતાના પ્રમાણપત્રના આધારે SC/ST પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.

‘સિંગલ મધર્સ’ એવી સ્ત્રીઓ છે કે જેઓ તેમના પતિ દ્વારા તરછોડવામાં આવ્યા હોય,અથવા પતિ દ્વારા છૂટાછેડા લીધા હોય અથવા જેમણે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હોય.  આવી મહિલાઓના બાળકો જ SC-ST શ્રેણીનું પ્રમાણપત્ર મેળવી શકશે.

અત્યાર સુધી એસસી-એસટી કેટેગરીનું પ્રમાણપત્ર પિતાના એસસી-એસટી કેટેગરીના પ્રમાણપત્રના આધારે જ મળતું હતું. આ કારણે ‘સિંગલ મધર્સ’ તેમના બાળકોને આ અધિકાર મેળવી શકી નથી. આ બધાને કારણે આવા બાળકો તેમના બંધારણીય અધિકારોથી વંચિત રહ્યા. આ પહેલા કોર્ટે એ વાત પર પણ સહમતિ દર્શાવી હતી કે જો બાળક સમાજના શોષણનો ભોગ બન્યું હોય તો તે તેની માતાની જાતિના આધારે બનાવેલ જાતિ પ્રમાણપત્ર મેળવી શકે છે.