Navsari News/ નવસારીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો

સુરત બાદ હવે નવસારી જિલ્લામાં બપોર બાદ વરસાદનું જોર વધ્યું છે. જિલ્લામાં તમામ છ તાલુકાઓમાં અવિરત વરસાદ વરસ્યો છે.

Gujarat Others Breaking News

Navsari News: રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યુ છે. મોટાભાગના પંથક પાણી-પાણી થયા છે. રસ્તાઓ પર વાહનોના સ્થાને હોડીઓ જોવા મળી રહી છે. જન-જીવન ખોરવાયુ છે. ત્યારે આવામાં સુરત બાદ હવે નવસારી જિલ્લામાં બપોર બાદ વરસાદનું જોર વધ્યું છે. જિલ્લામાં તમામ છ તાલુકાઓમાં અવિરત વરસાદ વરસ્યો છે.

મળતી માહિતી અનુસાર, નવસારી જલાલપોર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદ વરસતા શહેર ચારેય બાજુ પાણી પાણી થયું છે. એટલું જ નહીં શહેરના રેલવે સ્ટેશન નજીક અંડર પાસમાં પાણી ભરતા લોકોને હાલાકીનો સામનો કર્યો પડ્યો છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

મહત્વનું છે કે, ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં ભારે નુકસાની જોવા મળી છે. પાણી ભરાતા રસ્તાઓ અને માર્ગ તૂટ્યા છે. ઠેર-ઠેર ખાડા સામ્રાજ્ય જોવા મળ્યુ છે. તંત્રી પ્રિ-મોન્સૂનની કામગીરી પોકળ નિકળી છે. તંત્રના વચનો ઠાલા સાબિત થયા છે. વરસાદની શરૂઆતમાં જ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. અને મનપા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાંં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 6 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં આજે વરસાદનું યલો એલર્ટ! મુશળધાર વરસાદની ભારે શક્યતા

આ પણ વાંચો:ઉત્તરપૂર્વમાં ભારે વરસાદની ચેતવણી, યુપી અને મધ્યપ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ, ગંગાનગર સૌથી ગરમ શહેર