Surat News/ અતિભારે વરસાદ સુરતના હાલ બેહાલ, જાણો ડાયમંડ સિટીમાં ક્યાં કેવો પડ્યો મેધો

સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લાના કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોર્યાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે, અહીં 7 થી 1 ઇંચ વરસાદ પડ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે, ત્યારે આજે મેઘરાજા સાબરકાંઠા પછી સુરત તરફ વળ્યા છે. આજે સુરત જિલ્લા પર વાદળોએ પોતાનો પ્રેમ વરસાવ્યો છે, જેના કારણે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી માત્ર 6 કલાકમાં 7.24 ઇંચ વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લાના કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોર્યાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે, અહીં 7 થી 1 ઇંચ વરસાદ પડ્યો છે.

મળતી માહિતી અનુસાર, અડાજણ પાટિયાના વીડિયોના દૃશ્યો જણાવી રહ્યા છે કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના વાહનો ઘૂંટણ સમા પાણીમાં ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સુરતના વરાછા રોડ પરના સુપર ડાયમંડ માર્કેટ પાણીથી તરબોળ થઈ ગયું.માર્કેટમાં આવેલી અંડર ગ્રાઉન્ડ દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટાપાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના કતારગામના ઉદયનગરમાં પણ પાણી ભરાઈ ગયા,,જો કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા.ઉદયનગરમાં મોબાઈલની દુકાનમાં પાણી ભરાતા  દુકાનદારને મોટાપાયે નુકસાની ભોગવવી પડી છે.

બીજી તરફ વરસાદના કારણે રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે અને કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. હાલમાં કોઝવે નજીક કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના જુદાજુદા વિસ્તારમાં પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં 6.50 ઇંચ, પલસાણામાં 5.39 ઇંચ, બારડોલીમાં 4.09 ઇંચ, ઓલપાડમાં 3.66 ઇંચ, માંડવીમાં 2.76 ઇંચ, માંગરોળમાં 2.28 ઇંચ અને ચોર્યાશીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાંં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 6 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં આજે વરસાદનું યલો એલર્ટ! મુશળધાર વરસાદની ભારે શક્યતા

આ પણ વાંચો:ઉત્તરપૂર્વમાં ભારે વરસાદની ચેતવણી, યુપી અને મધ્યપ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ, ગંગાનગર સૌથી ગરમ શહેર