Gujarat Weather/ ગુજરાતમાંં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 6 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ

આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, કચ્છ, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ, મધ્યમ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat

Gujarat Weather: હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ (Gujarat Rain)ની આગાહી કરી છે. આજે રાજ્યના 6 જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કર્યુ છે. જ્યારે 15 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આગુજરાતવી છે. કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, મહીસાગર, તાપી, દાહોદ, ડાંગમાં પણ યલો એલર્ટ અપાયું છે. આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, કચ્છ, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ, મધ્યમ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થઈ છે. તમામ તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. રાત્રિ દરમિયાન જિલ્લામાં ધોધમાર વરસાદથી વડાલીમાં 24 કલાકમાં 12.36 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 10.48 ઇંચ વરસાદ, ઈડરમાં 5 ઇંચ અને વિજયનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી જોવા મળ્યું છે. અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ભિલોડામાં રાત્રી દરમિયાન 2 ઇંચ વરસાદ, મેઘરજમાં 5 ઈંચ અને મોડાસા 4 ઇંચ, ધનસુરા અને માલપુરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે.

મહેસાણામાં સતલાસણા ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હવામાન વિભાગની જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે. ચોમાસાના પ્રારંભે જ 31,944 ક્યુસેક નવા પાણીની આવક થતા ધરોઈ ડેમમાં હાલમાં 39.65 ટકા પાણીનો જથ્થો ભરાયો છે.

રાજકોટનાં જસદણના ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આટકોટ, વીરનગર, જંગવડ, પાંચવડા, જીવાપર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી ગ્રામ્યમાં વરસ્યો વરસાદથી ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન વચ્ચે વરસાદથી મતદાન ઓછું થાય તેવી ઉમેદવારોમાં ચિંતા વ્યાપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઇઝરાયલે તોડી પાડ્યા 40 ઇરાની UAV ડ્રોન, ભારતીય વાયુસેનાએ જાહેર કર્યો વીડિયો

આ પણ વાંચો:ઇઝરાયલી હુમલામાં ઇરાનના ડ્રોન કમાન્ડરનું મોત, ઇરાને તેલ અવીવ પર મિસાઇલ છોડ્યું

આ પણ વાંચો:અમેરિકાએ ઈરાન માટે મૃત્યુની ઘંટડી મોકલી! B-2 પરમાણુ બોમ્બરોએ વ્હાઇટમેન એરબેઝથી ઉડાન ભરી