Gujarat Local Body Election 2026/ પાલિકા-પંચાયત ચૂંટણી માટે BJP ની પ્રથમ યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ?

ગુજરાત પાલિકા-પંચાયત ચૂંટણી 2026 માટે BJPની પ્રથમ યાદી જાહેર. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકો અને અરવલ્લી જિલ્લા પંચાયત, નગરપાલિકાના ઉમેદવારો જાહેર. પૂર્વ IPS મનોજ નીનામા ઓડ બેઠકથી લડશે.

Top Stories Gujarat Others
Gujarat Local Body Election BJP Candidate List

BJP Candidate List: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની (પાલિકા-પંચાયત) ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત શરૂ કરી દીધી છે. લાંબી મંથન અને સેન્સ પ્રક્રિયા બાદ આખરે ભાજપે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અરવલ્લી જિલ્લાના (નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત) ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી છે.

પૂર્વ IPS અધિકારી મનોજ નીનામા ચૂંટણી મેદાનમાં

ભાજપની આ પ્રથમ યાદીમાં સૌથી મોટું અને ચર્ચિત નામ પૂર્વ IPS અધિકારી મનોજ નીનામાનું છે. રાજકારણમાં ઝંપલાવનાર પૂર્વ IPS મનોજ નીનામા પર ભાજપે મોટો દાવ ખેલ્યો છે અને તેમને અરવલ્લી જિલ્લાની ઓડ જિલ્લા પંચાયતની બેઠક પરથી પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

અરવલ્લી જિલ્લામાં ક્યાં કેટલા ઉમેદવારો જાહેર થયા?

ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકા માટે મોટા પાયે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે, જેનું આંકડાકીય વિશ્લેષણ નીચે મુજબ છે:

મોડાસા નગરપાલિકા: 6 વોર્ડના કુલ 24 ઉમેદવારો

મોડાસા તાલુકા પંચાયત: 20 ઉમેદવારો

ભિલોડા તાલુકા પંચાયત: 20 ઉમેદવારો

મેઘરજ તાલુકા પંચાયત: 22 ઉમેદવારો

બાયડ તાલુકા પંચાયત: 18 ઉમેદવારો

માલપુર તાલુકા પંચાયત: 16 ઉમેદવારો

શામળાજી તાલુકા પંચાયત: 16 ઉમેદવારો

સાઠંબા તાલુકા પંચાયત: 16 ઉમેદવારો

સુરેન્દ્રનગર મનપાની તમામ બેઠકોના નામ ફાઈનલ

અરવલ્લી જિલ્લા ઉપરાંત ભાજપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ રણશિંગુ ફૂંકી દીધું છે. સુરેન્દ્રનગર મનપાની તમામ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લાના તમામ ઉમેદવારોના નામ અને વોર્ડ વાઇઝ સંપૂર્ણ યાદી નીચે મુજબ છે…


આ પણ વાંચો:અમદાવાદ ભાજપના 70% નેતાઓના પત્તા કપાશે, જાણો કોણ થશે રિપીટ અને કોનું કપાશે નામ

આ પણ વાંચો:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ

આ પણ વાંચો:ગાંધીનગર: ચૂંટણીનો જંગ હવે પ્રતીકોના મેદાનમાં