Not Set/ અમદાવાદ – નકલી પાસપોર્ટ બનાવતા બે બાંગ્લાદેશીઓની ધરપકડ

અમદાવાદ, અમદાવાદના વટવા વિસ્તારમાં નકલી આધાર કાર્ડ અને પાસપોર્ટ બનાવતા બે બાંગ્લાદેશીઓની અમદાવાદ એસઓજીની ટીમે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ તપાસ દરમિયાન તેઓની પાસેથી નકલી પાસપોર્ટ, આધારકાર્ડ, લેપટોપ અને પ્રિન્ટર સહિતનો મુદામાલ મળી આવ્યો હતો. પોલિસે તેને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીની ટીમને આ બાબતની બાતમી મળતાં તેઓએ દરોડા પાડ્યા […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના વટવા વિસ્તારમાં નકલી આધાર કાર્ડ અને પાસપોર્ટ બનાવતા બે બાંગ્લાદેશીઓની અમદાવાદ એસઓજીની ટીમે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ તપાસ દરમિયાન તેઓની પાસેથી નકલી પાસપોર્ટ, આધારકાર્ડ, લેપટોપ અને પ્રિન્ટર સહિતનો મુદામાલ મળી આવ્યો હતો. પોલિસે તેને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીની ટીમને આ બાબતની બાતમી મળતાં તેઓએ દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે ઘરમાંથી મોહંમદ અમીન ખાન અને યાસીન પાડાને ઝડપી પાડ્યા હતા. તો આ સાથે પોલીસને 7 જેટલા નકલી પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. પોલીસને તેઓની પાસેથી અમદાવાદના સરનામાના 6 અને મુંબઈના એક મળી સાત પાસપોર્ટ મળ્યા હતા. પોલીસે આ અંગે હાલમાં તો વધુ તપાસ હાથ ધરી છે.