વડોદરા.
વડોદરામાં બેંક ફ્રોડ મામલે અમિત ભટનાગર પર બેંક સાથે 2,654 કરોડ રૂપિયાનાં ધોખાધડી મામલે ઇન્કમટેક્ષે અમિત ભટનાગરની ડાયમંડ પાવરની ઓફિસ અને ઘરો જેવી 17 જગ્યાઓ પર આજે ઇન્કમટેક્ષે રેડ કરી છે. સીબીઆઈ સામે અમિત ભટનાગરે આગોતરા જામીનનો પ્રસ્તાવ સીબીઆઈ કોર્ટ સમક્ષ મુક્યો હતો જે સીબીઆઈ કોર્ટે ફગાવી દીધો છે.ડાયમંડ કંપનીના ત્રણે ય માલિકોના આગોતરા જામીન સીબીઆઇ કોર્ટે ફગાવ્યા હતા.
મંગળવારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વડોદરા સ્થિત અમિત ભટનાગરના ઘર અને નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ સર્ચ દરમિયાન આઇટીએ મહત્વના દસ્તાવેજો મેળવ્યા હતા.
આપને જણાવી દઈએ કે વડોદરાની જાણીતી ઇલેક્ટ્રીક કેબલ બનાવતી કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પર પાંચ દિવસ પહેલા સીબીઆઇએ ક્રિમીનલ કેસ રજીસ્ટર કર્યો હતો. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર અમિત ભટનાગર પર આરોપ છે કે તેમણે જુદી જુદી બેંકો સાથે 2,654 કરોડ રૂપિયાનું ચીટીંગ કર્યું છે. સીબીઆઇ એ ડાયમંડ પાવરના ડાયરેક્ટર એસ એન ભટનાગર અને તેમના પુત્રો અમિત ભટનાગર અને સુમિત ભટનાગરની ની ઓફિસ, ઘર અને ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન CBIના અધિકારીઓએ મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે.
સીબીઆઇની આ રેડ પછી ઇડીએ પણ અમિત ભટનાગર પર રેડ કરી હતી.ઇડીએ મની લોન્ડરીંગ કેસ મામલે ડાયમંડ પાવર કંપનીના ડાયરેક્ટરો પર રેડ કરી હતી.
ડાયમંડ કંપનીએ 2008થી 11 બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન અને ક્રેડીટની સવલતો લીધી હતી.કંપનીનું દેવું 2016 સુધીમાં 2,654 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
જોવાની વાત એ હતી કે રીઝર્વ બેંક દ્રારા ડિફોલ્ટર જાહેર થયા બાદ પણ કંપની અને તેના ડાયરેક્ટરોને ટર્મ લોન અને ક્રેડીટ લોન આપવામાં આવી હતી.આ લોન આપવામાં એક્ઝીસ બેંક મુખ્ય હતી.
સીબીઆઇના સુત્રોના કહેવા પ્રમાણે કંપની બેંકોને ખોટા સ્ટોક સ્ટેટમેન્ટ આપતી હતી અને તેના પર 180 દિવસની ટર્મ લોન મેળવતી હતી.
