Not Set/ ….. તો આ કારણે ટપોટપ મરી રહ્યા છે ગીરના સિંહો

ગીરના પૂર્વ વિસ્તારમાં આવેલી દલખા‌ણિયા રેન્જ અને જશાધાર રેન્જમાં છેલ્લા 19 દિવસમાં પ્રોટોઝોઆ વાયરસે 21 સાવજનો ભોગ લીધો છે. 12 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન 11 સિંહ મોતને ભેટ્યા હતા. તેમના મૃતદેહ જંગલમાંથી જ મળી આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ 4 સિંહ મૃત્યુ પામ્યા હતા. હવે કુલ 21 સિંહ મોતને ભેટ્યા છે. પ્રારંભિક તબક્કે ઇનફાઇ‌િટંગથી થયેલા […]

Top Stories Gujarat Others

ગીરના પૂર્વ વિસ્તારમાં આવેલી દલખા‌ણિયા રેન્જ અને જશાધાર રેન્જમાં છેલ્લા 19 દિવસમાં પ્રોટોઝોઆ વાયરસે 21 સાવજનો ભોગ લીધો છે. 12 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન 11 સિંહ મોતને ભેટ્યા હતા. તેમના મૃતદેહ જંગલમાંથી જ મળી આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ 4 સિંહ મૃત્યુ પામ્યા હતા. હવે કુલ 21 સિંહ મોતને ભેટ્યા છે.

પ્રારંભિક તબક્કે ઇનફાઇ‌િટંગથી થયેલા મોતનાં તારણોએ નવો વળાંક લીધો છે. સિંહને આ રોગ પ્રોટોઝોઆ વાયરસના ચેપથી લાગ્યો છે. જે ઇતરડીથી ફેલાતો રોગ છે.

સિંહના મૃત્યુના કારણ માટે તમામ સિંહના જુદા જુદા સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલાયા હતા તેમજ ફોરે‌ન્સિક સાયન્સ લેબોરેટરી જૂનાગઢને પણ મોકલાયા હતા.

વન વિભાગ દ્વારા મોડે મોડે સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવાયા બાદ ગઇ કાલથી જુદી જુદી 140 ટીમ ગીરનાં જંગલ ખૂંદી રહી છે, અને સાવજને ઇન્ફેક્શનની સારવાર માટે અમેરિકાથી આવેલી રસી આપી રહી છે.

‌છેલ્લી સિંહ વસ્તી ગણતરી દરમિયાન કુલ 523 સિંહ નોંધાયા હતા. તાજેતરમાં છેલ્લા બે દિવસ દરમ્યાન કુલ 600 સિંહ જોવા મળ્યા હતા, જેથી કુલ 77 સિંહની વસ્તી જોવા મળી છે. અત્યાર સુધીનો સિંહનો આ વર્ષનો મૃત્યુઆંક 44 છે. 2016-17માં 79 સિંહ મૃત્યુ પામ્યા હતા.