હરિયાણા,
હરિયાણાના રોહતકના સુનારિયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહેલા બાબા રામ રહીમને મળવા માટે પહેલી વાર તેની પત્ની હરજીત કૌર જેલ પહોંચી હતી. પત્નીને જોઈને રામ રહીમ ખૂબ જ ભાવુક થઈને રડવા લાગ્યો હતો. હરજીતની સાથે બાબા ને મળવા તેમનો દીકરો જસમીત, તેની પત્ની હુસ્નપ્રીત, દીકરી ચરણપ્રીત અને જમાઈ રુહ-એ-મીત પણ ગયા હતા. આ મુલાકાત એક કલાક અને 20 મિનિટ ચાલી હતી.
સોમવારે બપોરે સાડા ત્રણ વાગે ચાર ગાડીઓ રામ રહીમને મળવા માટે જેલ આવી પહોંચી હતી. નાકા ઉપર તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી જેના પાર થી જાણવામાં આવ્યું કે ઘરના લોકો ગુરમીતને કપડાં, કેન્ટીન ખર્ચ માટે પૈસા અને દિવાળીની મીઠાઈ આપવા માટે આવ્યા હતા.
રામ રહીમે જેલ એડ્મિનિસ્ટ્રેશનને તેની માતા નસીબ કૌર, દીકરો જસમીત, દીકરી ચરણપ્રીત, અમરપ્રીત, વહુ હુસ્નપ્રીત, જમાઈ શાન-એ-મીત અને રુહ-એ-મીત, ડેરા મેનેજમેન્ટ વિપાસના અને દાન સિંહને મળવાની ઈચ્છા જાહેર કરી હતી.
