રામરહીમની ખાસ હનીપ્રિતની દિવાળી જશે જેલમાં. હરિયાણા પોલીસના રિમાન્ડમાં હનીપ્રીતે ઘણા ખુલાસા કર્યા છે. લેપટોપ, મોબાઈલની જાણકારી આપ્યા બાદ હવે ગુરમીત રામ રહીમની લાડલી હનીપ્રીતે હરિયાણા પોલીસ સામે ઘણા મોટા રાઝ ખોલ્યા છે. હનીપ્રીતે જણાવ્યું કે, વીતેલ ૨૫ ઓગસ્ટે પોલીસની જાળમાંથી રામ રહીમને છોડાવ્યા બાદ વિદેશ મોકલવાની તૈયારી હતી. જો કે, હરિયાણા પોલીસની ત્વરિતતાને કારણે આ પ્લાન સફળ ન થઇ શક્યો. રામ રહીમને ઉમ્મીદ હતી કે, સુરક્ષાકર્મી તેને પોલીસની જાળમાંથી છોડાવી લેશે. પછી તેને સિરસા ડેરા મુખ્યાલય કે કોઈ સુરક્ષિત જગ્યાએ પહોચાડી દેવામાં આવશે. હનીપ્રીત તેને વિદેશ ભગાડવાની પૂર્ણ તૈયારી કરી ચુકી હતી. તે વિદેશમાં બેઠેલ બાબાના નજીકના સંપર્કમાં હતા. હનીપ્રીત પર ત્રણ વિદેશી સિમ કાર્ડ ઉપયોગ કરવાનો આરોપ પણ છે. આ પહેલા ખુલાસો થયો હતો કે, બાબાની ગુફાના કેટલાક ખાસ દરવાજા હનીપ્રીતની ફિંગરપ્રિન્ટથી ખુલતા હતા. તે દરવાજાથી હનીપ્રીત ડેરાનો ખજાનો ખાલી કરીને ૨૮ ઓગસ્ટે ફરાર થઇ હતી. તમને જણાવી દઈએ કે, ૨૫ ઓગસ્ટે પંચકુલામાં જે હિંસક ઘટનાને ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓએ અંજામ આપ્યો હતો, તેની બ્લુ પ્રિન્ટ ડેરા સચ્ચા સૌદા મુખ્યાલય સિરસામાં એક અઠવાડિયા પહેલા આયોજિત એક મહત્વની બેઠકમાં તૈયાર કરી લેવામાં આવી હતી. પંચકુલા પોલીસે આ બેઠકમાં સામેલ ગુરમીત રામ રહીમના અંગત સચિવ રાકેશ કુમાર અરોડા અને રામ રહીમના ચીફ સિક્યોરીટી ઓફિસર પ્રીતમની પહેલા જ ધરપકડ કરી લીધી હતી…
Not Set/
રામરહીમની ખાસ હનીપ્રિતની દિવાળી જશે જેલમાં
રામરહીમની ખાસ હનીપ્રિતની દિવાળી જશે જેલમાં. હરિયાણા પોલીસના રિમાન્ડમાં હનીપ્રીતે ઘણા ખુલાસા કર્યા છે. લેપટોપ, મોબાઈલની જાણકારી આપ્યા બાદ હવે ગુરમીત રામ રહીમની લાડલી હનીપ્રીતે હરિયાણા પોલીસ સામે ઘણા મોટા રાઝ ખોલ્યા છે. હનીપ્રીતે જણાવ્યું કે, વીતેલ ૨૫ ઓગસ્ટે પોલીસની જાળમાંથી રામ રહીમને છોડાવ્યા બાદ વિદેશ મોકલવાની તૈયારી હતી. જો કે, હરિયાણા પોલીસની ત્વરિતતાને કારણે […]
