સોશિયલ મીડિયામાં આજકાલ મી ટુ હેશટેગ ખૂબ સનસની ફેલાવી રહ્યો છે. આ હેશટેગથી ટિ્વટ કરી રહેલ મહિલાઓ તેમના જીવનમાં ક્યારે અને કઈ રીતે પુરુષો તરફથી યૌન શોષણના ભોગ બન્યા છે તે જણાવે છે. આ હેશટેગમાં હોલીવુડ ફિલ્મ અગલી બેટીની અભિનેત્રી અમેરિકા ફોરેરાએ પણ પોતાના જીવન સાથે જોડાયેલ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેણે જણાવ્યુ છે કે તે માત્ર ૯ વર્ષની ઉંમરે તેને યૌન શોષણનો ભોગ બનવુ પડ્યુ હતું.
ફોરેરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યુ છે કે, મને આજે પણ યાદ છે કે માત્ર નવ વર્ષની નાજુક ઉંમરે મારુ યૌન શોષણ થયુ હતું. પરંતુ હું કોઈને આ બાબતે જણાવી શકી નહીં અને માત્ર અંદરને અંદર આ દુઃખથી હું ઘુંટાતી રહી. આ અભિયાન હોલીવુડના નિર્માતા હાર્વે વેઈસ્ટિનના સ્કેનડલ બાદ શરુ થયુ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલ આ અભિયાન અંતર્ગત મહિલાઓ પોતાના યૌન ઉત્પીડનના અનુભવ શેર કરી રહી છે.
