બ્લાસ્ટ/ આતંકવાદીઓના આકા કહેવાતા હાફિઝ સઈદના ઘરની નજીક થયો બ્લાસ્ટ, 2 નાં મોત

પાકિસ્તાનમાં છુપાયેલા મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદના લાહોરના જોહર ટાઉનમાં સ્થિત ઘરની નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો. 

Top Stories World

પાકિસ્તાનમાં છુપાયેલા મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદના લાહોરના જોહર ટાઉનમાં સ્થિત ઘરની નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો. એક અહેવાલ અનુસાર, જોહર ટાઉનમાં આ હુમલામાં 2 લોકોના મોત થયા છે જયારે 12 લોકો ઘાયલ થયા છે. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધડાકો એહસન મુમતાઝ હોસ્પિટલના ઇ બ્લોક નજીક થયો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એમ્બ્યુલન્સ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે વિસ્ફોટનું કારણ શું છે. તેમણે કહ્યું, “હજી સુધી અમે તે નક્કી કરી શક્યા નથી કે ગેસ પાઇપલાઇન ફાટ્યો કે સિલિન્ડરો વિસ્ફોટને કારણે થયા.” પરંતુ અમે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પરિસ્થિતિ જોતાં ઘાયલોની સંખ્યા વધી શકે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે વિસ્ફોટનું કારણ હજી સ્પષ્ટ નથી. પ્રવક્તાએ કહ્યું કે, અમારી પાસે હજી સુધી વિસ્ફોટના પુષ્ટિ અહેવાલ નથી.

આ પણ વાંચો : આ ભારતીય યુવાનને ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્ર ભક્તિ કરવી પડી ભારે..હાલ જેલમાં બંધ

એક ટીવી ચેનલ સાથે વાત કરતા લાહોરના ડેપ્યુટી કમિશનર મુદાસિર રિયાઝ મલિકે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો સહિત 12 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, મલિકે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે ત્યારે જ વિસ્ફોટના કારણો જાણી શકાશે. હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. તેમજ નજીકમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :નીરવ મોદી સહિતના આ કૌભાંડીઓ પર EDની મોટી કાર્યવાહી, વસૂલ કર્યા 18,170 કરોડ રૂપિયા

લાહોરના સીસીપીઓ ગુલામ મહેમૂદ ડોગરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઘાયલોને જીન્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણોની જાણકારી મળી રહી છે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે નાગરિકોને બ્લાસ્ટ સ્થળથી દૂર રાખે જેથી બચાવ અને રાહતનાં પ્રયત્નો અવરોધાય નહીં. દરમિયાન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન, ઉસ્માન બુઝ્ધારે વિસ્ફોટની નોંધ લીધી છે અને આઈજીને આ ઘટનાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો :શું તમને ખબર છે કે આ માદા જીવો Sex બાદ પોતાના જીવનસાથીને ખાઈ જાય છે ?, આ છે તેનું કારણ

દરમિયાન એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, આ ફૂટેજમાં રસ્તાની અંદરથી બ્લાસ્ટ થયો હોવાનું જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસ પાઇપલાઇન રસ્તાની નીચેથી જી રહી હતી. જોકે, હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી કે પાઇપલાઇનમાં જ વિસ્ફોટ થયો હતો કે બોમ્બનો ઉપયોગ થયો હતો. હાલમાં તપાસ ચાલી રહી છે.