Surat News/ સુરત મનપાનો ઐતિહાસિક નિર્ણય! સુરત મનપા મુખ્યાલયનું નામ બદલીને ‘તાપી ભવન’ કરાયું

સુરત મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં મુગલીસરાનું નામ ‘શ્રી તાપીપુરા’ અને મનપા મુખ્યાલયનું નામ ‘તાપી ભવન’ (Tapi Bhavan) રાખવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.

Surat Top Stories Gujarat
Tapi Bhavan

SMC New Headquarter Name Tapi Bhavan: ડાયમંડ સિટી સુરતના ગૌરવશાળી ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને વધુ એક નવું સોપાન મળ્યું છે. સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં વર્ષો જૂની ‘મુગલીસરા’ નામ બદલવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. હવે સુરત મનપાનું મુખ્યાલય ‘તાપી ભવન’ તરીકે ઓળખાશે, જ્યારે તેની આસપાસના સમગ્ર વિસ્તારનું નામ બદલીને ‘શ્રી તાપીપુરા’ કરવામાં આવ્યું છે.

“સનાતન ધર્મની જય” ના નારા સાથે દરખાસ્ત મંજૂર

મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શાસક પક્ષ (ભાજપ) અને વિપક્ષ બંનેના નગરસેવકોએ ટેકો જાહેર કર્યો હતો. સભામાં જ્યારે આ નિર્ણય જાહેર થયો ત્યારે નગરસેવકોએ બેન્ચ થપથપાવી અને “સનાતન ધર્મની જય” ના નારા લગાવી આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી. આ સાથે જ સાત વર્ષ જૂની ભાજપના નગરસેવક વિજય ચોમાલની રજૂઆત આજે ફળીભૂત થઈ છે.

શા માટે ‘Tapi Bhavan‘ નામ પસંદ કરાયું?

સુરતની જીવાદોરી ગણાતી તાપી નદીનો મહિમા પૌરાણિક ગ્રંથોમાં પણ વર્ણવાયેલો છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, તાપી નદી સૂર્યપુત્રી અને શનિદેવની બહેન છે. સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ જોઈએ તો સુરત શહેરની જાહોજલાલી અને વિકાસનો મુખ્ય સ્ત્રોત આ તાપી નદી જ રહી છે. આથી જ, ‘શ્રી તાપી મહાપુરાણ’ના સંદર્ભ સાથે એક વિસ્તારને ‘શ્રી તાપીપુરા’ નામ આપીને શહેરના મૂળ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.

વહીવટી ફેરફારો

આ નિર્ણય બાદ હવે સુરત મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી (હેડ ક્વાર્ટર) પર ‘મુઘલસરાઈ’ ને બદલે ‘તાપી ભવન’ લખવામાં આવશે. સેન્ટ્રલ ઝોનમાં આવતા આ ઐતિહાસિક વિસ્તારના તમામ સરકારી રેકોર્ડ અને સરનામામાં પણ હવે ‘મુગલીસરા’ ના સ્થાને ‘શ્રી તાપીપુરા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.


આ પણ વાંચો: સુરતમાં રોંગ સાઈડમાં આવતા આઈસરે 12 વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો

આ પણ વાંચો: સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા

આ પણ વાંચો: સુરતમાં ડોક્ટરે કાબૂ ગુમાવતા તેમની કારે પુલ પરના અન્ય વાહનોને ટક્કર મારી