Bermuda Triangle Plane Mystery: બર્મુડા ટ્રાયંગલ તરીકે ઓળખાતા વિસ્તારમાં ફરી એક વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. બહામાસથી અમેરિકાના મિયામી તરફ પરત ફરી રહેલું એક નાનું વિમાન અચાનક એર ટ્રાફિક કંટ્રોલના સંપર્કથી બહાર થઈ ગયું હતું. વિમાનમાં એક દંપતી અને તેમના બે પૌત્ર-પૌત્રી સહિત કુલ ચાર લોકો સવાર હતા. સંપર્ક તૂટ્યા બાદ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ગ્રેટ હાર્બર કેથી મિયામી માટે થયું હતું ટેકઓફ
મળતી માહિતી મુજબ, પરિવાર બહામાસના ગ્રેટ હાર્બર કેથી લેબર ડે વીકએન્ડની રજા ગાળીને ફ્લોરિડા પરત ફરી રહ્યો હતો. સોમવારે સવારે આશરે 11:15 વાગ્યે તેમણે મિયામી એક્ઝિક્યુટિવ એરપોર્ટ તરફ જવા માટે ઉડાન ભરી હતી. જોકે, મુસાફરી દરમિયાન વિમાનનો(Plane Crash) એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો.
અનુભવી પાઇલટ વિમાન ઉડાવી રહ્યા હતા
રોયલ બહામાસ પોલીસ ફોર્સના જણાવ્યા અનુસાર, વિમાન(Plane Crash) 80 વર્ષીય માલિયો લમાર ચલાવી રહ્યા હતા. તેમની પાસે લગભગ ચાર દાયકાનો ઉડ્ડયનનો અનુભવ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમની સાથે તેમની 79 વર્ષીય પત્ની લિલી લમાર તથા તેમના પૌત્ર-પૌત્રી સોફી સોસા અને ક્રિશ્ચિયન સોસા પણ વિમાનમાં સવાર હતા. વિમાનનો સંપર્ક તૂટ્યા બાદ પરિવારજનો દ્વારા સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ શોધખોળ દરમિયાન બહામાસના સૌથી મોટા ટાપુ એંદ્રોસ નજીક વિમાન ક્રેશ થયાની માહિતી સામે આવી હતી. તપાસ અને શોધખોળ દરમિયાન વિમાનમાં સવાર ચારેય લોકોના મૃતદેહો મળી આવ્યા હતા.
પરિવારજનો હોડીઓ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા
પરિવારે ભારે દુઃખ સાથે સ્વજનોના મોતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, પરિજનો પોતાની હોડીઓની મદદથી ઘટનાસ્થળેથી મૃતદેહોને બહાર લાવવામાં પણ જોડાયા હતા. એક ખુશહાલ રજાની સફર પરિવાર માટે અચાનક મોટી દુર્ઘટનામાં(Plane Crash) ફેરવાઈ ગઈ. આ ઘટનાને પગલે બર્મુડા ટ્રાયંગલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. એટલાન્ટિક મહાસાગરના આ વિસ્તારને લઈને વર્ષોથી અનેક વિમાનો અને જહાજો રહસ્યમય રીતે ગાયબ થયાની કહાનીઓ પ્રચલિત છે. જોકે, દરેક ઘટનાને(Plane Crash) બર્મુડા ટ્રાયંગલના રહસ્ય સાથે સીધી રીતે જોડવી યોગ્ય નથી. આ તાજેતરની દુર્ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા સત્તાવાર તપાસના પરિણામોની રાહ જોવી પડશે.
આ પણ વાંચો: કોંગોમાં શાળામાં વિકરાળ આગ ફાટી નીકળતા ભયાનક દુર્ઘટના; 26 વિદ્યાર્થીઓનાં મોત
આ પણ વાંચો: LIVE: દિલ્હીમાં 18મા BRICS સંમેલનનો આજથી પ્રારંભ; પુતિન પહોંચ્યા ભારત
આ પણ વાંચો:ટ્રમ્પ સરકારના નિર્ણય ચર્ચામાં, ભારતીયો પર નિશાનનો આરોપ અને $5,000 ડિવિડન્ડનું એલાન
