Entertainment News/ YouTube પર ‘તારક મહેતા…’ ના જૂના ગોલીનો ધમાકો: કુશ શાહે ડિજિટલ વર્લ્ડમાં કરી વાપસી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોલીનો રોલ કરનાર કુશ શાહે (Kush Shah) યુટ્યુબ પર પોતાની ચેનલ લોન્ચ કરી છે. તેના પહેલા જ વીડિયોને માત્ર 80 કલાકમાં 24 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Entertainment
Kush Shah Old Goli's explosive entry YouTube

Entertainment News : સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ના માધ્યમથી ઘરઘરમાં ગોલી તરીકે જાણીતા બનેલા અભિનેતા કુશ શાહે (Kush Shah) હવે યુટ્યુબની દુનિયામાં કદમ મૂકી દીધો છે. ટીવી સ્ક્રીનથી દૂર થયા બાદ કુશ શાહે પોતાના નામથી જ બ્લોગિંગ અને કુકિંગ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. તેમની ચેનલ પર પહેલો જ વીડિયો અપલોડ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Kush Shah : 5 વર્ષના ઇંતેજાર બાદ આખરે દબાવ્યું ‘અપલોડ’ બટન

કુશ શાહે ખુલાસો કર્યો હતો કે તેઓ ઘણા સમયથી પોતાની યુટ્યુબ ચેનલ (YouTube Channel)શરૂ કરવાનું વિચારી રહ્યા હતા. જોકે, આત્મવિશ્વાસની કમી અને સતત વિચારવાને કારણે તેમને આખરે ‘અપલોડ’ બટન દબાવવામાં 5 વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો. પોતાની પહેલી પોસ્ટમાં તેમણે લખ્યું કે આ વીડિયો માત્ર એક નવી શરૂઆત નથી પરંતુ પોતાની મનો વૈજ્ઞાનિક અડચણો અને શંકાઓમાંથી બહાર આવવાની એક ખાસ ક્ષણ છે.

જબરદસ્ત વ્યૂઝ અને યુટ્યુબ ઈન્ડિયાની ખાસ કોમેન્ટ

7 સપ્ટેમ્બરે અપલોડ કરાયેલા આ વીડિયોને માત્ર 80 કલાકના સમયગાળામાં 24 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ હજારો સબસ્ક્રાઇબર્સ તેમની ચેનલ સાથે જોડાઈ ગયા છે. સૌથી રસપ્રદ વાત એ રહી કે આ વીડિયો પર યુટ્યુબ ઈન્ડિયાના સત્તાવાર હેન્ડલે શોના આઇકોનિક જેઠાલાલના અંદાજમાં ‘ગોલી બેટા હવે યુટ્યુબ પર મસ્તી કરીશું’ લખીને કુશનું સ્વાગત કર્યું હતું.


આ પણ વાંચો :શું મેધા શંકર સાથે વેકેશન પર છે સમય રૈના? ફેન્સે શોધી કાઢ્યો ક્લૂ

આ પણ વાંચો :યામી ગૌતમનો ભયાનક અંદાજ, હોરર-કોમેડીમાં જોવા મળશે ‘ડાયન’ અવતાર

આ પણ વાંચો :બિપાશા બસુના ન્યુટ્રિશન પ્રોડક્ટમાં કીડા મળ્યા, FDA કમિશનરને કરી અપીલ