મુંબઇ,
આખરે તે ક્ષણે આવી ગઈ જયારે એકબીજાને પ્રેમ કરનારા દીપિકા અને રણવીર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. કોંકણી રિવાજથી લગ્નની શરૂઆત થઈ ગઈ છે અને હવે ફેન્સને તેમનો પ્રથમ ફોટોની રાહ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે.
જોકે, દિપવીરના આ લગ્નની ઇવેન્ટને ખૂબ જ ગુપચુપ રાખવામાં આવી છે, કારણ કે બંને પહેલેથી જ કહી ચુક્યા છે કે તેઓ તેમની આ ખુશીને પોતાની રીતે સેલિબ્રેટ કરવા માંગે છે. દીપિકા અને રણવીરના ફેનપેજનું નામ હવે લડકેવાલે અને લડકીવાલે કરી દીધું છે.
લડકેવાલે ફેનપેજ પર આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે “આજે ખુબ જ ખાસ દિવસ છે. રણવીર અને દીપિકા ફાઈનલી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમની દુનિયામાં બધાનો પ્યાર મળે.
https://twitter.com/RanveerPlanet/status/1062565428353028097
એટલું જ નહીં બોલિવૂડના આ પાવર કપલના ફેનપેજથી મહેંદીનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે ‘DeepVeer’, એવું લાગી રહ્યું છે કે અત્યાર સુધી આ સ્ટાર્સના ફોટા ભલે સામે ન આવ્યા હોય. પરંતુ ચાહકો આ સ્પેશિયલ ડેના દરેક ફન્કશનનો લુફ્ત લઇ રહ્યા છે.
Im REALLY impressed tbh! This is amazing i cant even write my name with a normal pin 👌🏻👌🏻#DeepVeerKiShaadi #DeepveerKiMehendi pic.twitter.com/sNe2WvxIdG
— Shilo. (@ranveershoney) November 12, 2018
આ સિવાય ફેન ક્લબે આ સ્ટાર્સના પ્રતિ તેમનો પ્યાર જતાવા માટે સ્પેશિયલ સંગીત નાઈટનું પણ આયોજન કર્યું છે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો લેક કોમોમાં દીપિકા અને રણવીર આજે કોકણી રિવાજથી લગ્ન કરી રહ્યા છે અને બીજા દિવસે એટલે કે 15 નવેમ્બરે સિંધી રિવાજથી લગ્ન કરશે.
https://twitter.com/RanveerPlanet/status/1062392181862875136
કહેવામાં આવી રહ્યું છે કે 18 નવેમ્બરે તે લોકો અહીંથી રવાના થઇ જશે અને પછી 21 નવેમ્બરે બેંગ્લોરમાં થનાર રિસેપ્શનની તૈયારીમાં લાગી જશે.
https://twitter.com/RanveerPlanet/status/1062382581889617920
