Entertainment News/ યામી ગૌતમનો ભયાનક અંદાજ, હોરર-કોમેડીમાં જોવા મળશે ‘ડાયન’ અવતાર

યામી ગૌતમ (Yami Gautam) ની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘નઈ નવેલી’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં યામી ‘મોહિની’ નામની ડાયનના પાત્રમાં જોવા મળશે. જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ.

Entertainment
Yami Gautam Teaser of 'Nai Naveli' is out

Entertainment News : બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam ) ના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગયા મહિને જાહેર કરાયેલી તેમની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ ‘નઈ નવેલી’ (Nayyi Navelli) નું ધમાકેદાર ટીઝર આજે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. ટીઝરની નાની ઝલકમાં યામીનો તદ્દન અનોખો અને મનોરંજક અવતાર જોવા મળી રહ્યો છે, જે દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે.

Yami Gautam : દિયરે પરિવાર સામે ઉઘાડી પાડી નવી વહુની પોલ

ટીઝરની શરૂઆત એક સામાન્ય મધ્યમવર્ગીય સંયુક્ત પરિવારની બેઠકથી થાય છે. ઘરમાં અચાનક નવી વહુ (New Bride)મોહિની (યામી ગૌતમ) નો દિયર બંટુ આવે છે અને પરિવારના તમામ સભ્યોને ચંપલ તેમજ ધારદાર વસ્તુઓ દૂર કરવા વિનંતી કરે છે. જ્યારે આશ્ચર્યચકિત થઈને ઘરના વડીલો કારણ પૂછે છે, ત્યારે બંટુ મોટો વિસ્ફોટ કરતા જણાવે છે કે તેમની નવી વહુ કોઈ સામાન્ય સ્ત્રી નથી પરંતુ એક ‘ડાયન’  (Witch)છે. આ સાંભળીને ગુસ્સે ભરાયેલો પરિવાર તેને થપ્પડ મારી દે છે.

‘હું તો નાસ્તામાં રાક્ષસો ખાઈ જાઉં છું’ – યામી ગૌતમનો શાનદાર ડાયલોગ

ત્યારબાદ સ્ક્રીન પર ચટક લાલ સાડી પહેરીને નવી પરણેલી દુલ્હનના રૂ૫માં યામી ગૌતમની એન્ટ્રી થાય છે. અત્યંત કૂલ અને બિન્દાસ શૈલીમાં યામી ડાયલોગ બોલે છે “માત્ર ડાયન? હું તો સવારના નાસ્તામાં જ ૨ ડાયન, ૩ પિશાચ અને 4 ભૂત આરોગી જાઉં છું!”

દશેરાના પવિત્ર તહેવાર પર થિયેટરોમાં થશે ધમાકો

આનંદ એલ. રાયના નિર્માણમાં બનેલી અને બાલાજી મોહન દ્વારા નિર્દેશિત આ હોરર-કોમેડી ફિલ્મ આ વર્ષે દશેરાના તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે.


આ પણ વાંચો :બિપાશા બસુના ન્યુટ્રિશન પ્રોડક્ટમાં કીડા મળ્યા, FDA કમિશનરને કરી અપીલ

આ પણ વાંચો :‘કાલા હિરન’ ફિલ્મ વિવાદ ઘેરાયો: રિલીઝ પર રોક લગાવવા સલમાન ખાન પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટ, મેકર્સે આપી સ્પષ્ટતા

આ પણ વાંચો :7 ભાગમાં બનશે ‘શ્રીમદ ભાગવત’, પહેલા પાર્ટ ‘વિષ્ણુરથ’ની જાહેરાત