તમિલ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયની બહુચર્ચિત ફિલ્મ ‘જન નાયકન’ (Jana Nayakan) નું બોક્સ ઓફિસ પર વિજયી અભિયાન અટકવાનું નામ નથી લઈ રહ્યું. દર્શકોના ભારે પ્રતિસાદ વચ્ચે આ ફિલ્મે 10 દિવસમાં જંગી કમાણી કરીને અનેક બ્લોકબસ્ટર ફિલ્મોને કમાણીની સ્પર્ધામાં પાછળ છોડી દીધી છે. વિજયે પોતાની આ ફિલ્મ દ્વારા થિયેટરોમાં ધૂમ મચાવી દીધી છે અને બોક્સ ઓફિસ પર અનેક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
10 મા દિવસે જન નાયકનનું કમાણીનું ગણિત
રિલીઝના 10 મા દિવસે ‘જન નાયકન’ એ દેશભરમાંથી 7.80 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન નોંધાવ્યું હતું. આ દિવસે ફિલ્મને કુલ 4202 શો મળ્યા હતા અને સિનેમાઘરોમાં 36.3 ટકાની સરેરાશ ઓક્યુપન્સી જોવા મળી હતી. ભાષાવિવાર કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે તમિલ વર્ઝનમાં 7.25 કરોડ, હિન્દી ભાષામાં 50 લાખ અને તેલુગુમાં 5 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
10 મા દિવસે 2026 ની આ 7 ફિલ્મોને કમાણીમાં પછડાટ આપી
અલ્ફા- 2.25 કરોડ
રાજા શિવાજી – 6.80 કરોડ
હોન્ટેડ 3D – 55 લાખ
ચાંદ મેરા દિલ – 1.80 કરોડ
થાઈ કિઝાવી – 5.10 કરોડ
ડકૈત – 1.46 કરોડ
લવ ઇન્શ્યોરન્સ કંપની – 1.70 કરોડ
જન નાયકનનું ડે-વાઈઝ (દિવસવાર) કલેક્શન ગ્રાફ
ફિલ્મે બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે (પ્રથમ દિવસે) 13,067 શો સાથે રૂ. 42.70 કરોડથી ધમાકેદાર શરૂઆત કરી હતી.
બીજો દિવસ: રૂ. 21.15 કરોડ
ત્રીજો દિવસ: 12,299 શો સાથે રૂ. 28.90 કરોડ
ચોથો દિવસ: 12,107 શો સાથે રૂ. 32.00 કરોડ
પાંચમો દિવસ: 10,436 શો સાથે રૂ. 10.65 કરોડ
છઠ્ઠો દિવસ: 10,413 શો સાથે રૂ. 8.00 કરોડ
સાતમો દિવસ: 10,359 શો સાથે રૂ. 6.10 કરોડ
આઠમો દિવસ: 5,496 શો સાથે રૂ. 4.05 કરોડ
આ સાથે પ્રથમ અઠવાડિયામાં જ ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂ. 153.55 કરોડ સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ નવમા દિવસે 4165 શો સાથે રૂ. 3.55 કરોડ અને 10 મા દિવસે 4202 શો સાથે રૂ. 7.80 કરોડનો બિઝનેસ નોંધાયો હતો.
જન નાયકનનું કુલ વૈશ્વિક કલેક્શન (Box Office Breakdown)
ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 164.90 કરોડ રૂપિયા થઈ ગયું છે, જ્યારે ગ્રોસ કલેક્શન 192.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ફિલ્મે ઝંડા ગાડ્યા છે. 10 મા દિવસે ઓવરસીઝ માર્કેટમાંથી 3 કરોડની કમાણી સાથે કુલ ઓવરસીઝ બિઝનેસ 88 કરોડ રૂપિયા થયો છે. આ સાથે ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 280.50 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગયું છે.
નેટ કલેક્શન: રૂ. 164.90 કરોડ
ગ્રોસ કલેક્શન: રૂ. 192.50 કરોડ
ઓવરસીઝ કલેક્શન: રૂ. 88.00 કરોડ
વર્લ્ડવાઈડ કલેક્શન: રૂ. 280.50 કરોડ
થલાપતિ વિજયની આ 5 હિટ ફિલ્મોનો રેકોર્ડ તૂટ્યો
‘જન નાયકન’ એ પોતાની જ કરિયરની આ પાંચ મોટી ફિલ્મોના કલેક્શનને માત આપી છે:
કથ્થી – 132.60 કરોડ
પુલી – 101.90 કરોડ
ભૈરવા – 116.75 કરોડ
થુપ્પાકી – 130.50 કરોડ
નનબન – 130.50 કરોડ
2026 ની આ 5 પ્રમુખ ફિલ્મોને પણ કમાણીમાં પાછળ છોડી
આ યાદીમાં પ્રથમ ક્રમે ક્રિસ્ટોફર નોલન નિર્દેશિત હોલિવૂડ ફિલ્મ ‘ધ ઓડિસી’ છે, જેણે મેટ ડેમન અને ટોમ હોલેન્ડ જેવા કલાકારો સાથે 128.94 કરોડ રૂપિયા કમાયા હતા.
બીજા ક્રમે ઇન્દર કુમાર નિર્દેશિત ‘ધમાલ 4’ છે, જેણે અજય દેવગન, રિતેશ દેશમુખ, અરશદ વારસી અને વિશાળ સ્ટારકાસ્ટ સાથે 163.20 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
ત્રીજા ક્રમે અહમદ ખાનની ‘વેલકમ ટુ ધ જંગલ’ છે, જેણે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી સહિત 30 કલાકારોની મોટી ફોજ સાથે 137.83 કરોડ રૂપિયા મેળવ્યા હતા.ચોથા ક્રમે શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનન સ્ટારર ‘કોકટેલ 2’ રહી, જેનું કલેક્શન 104.53 કરોડ રૂપિયા હતું.પાંચમા સ્થાને રિતેશ દેશમુખના જ નિર્દેશનમાં બનેલી ‘રાજા શિવાજી’ છે, જેણે 105.68 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘જન નાયકન’ એ આ તમામ ફિલ્મોના આંકડાઓને વટાવી દીધા છે.
આ પણ વાંચો :માત્ર 48 કલાકમાં 350 મિલિયન વ્યૂઝ! રણબીર-યશની ‘રામાયણ 1’ ના ટ્રેલરે ઇન્ટરનેટ પર સર્જ્યો ઇતિહાસ
આ પણ વાંચો :લંડનના કેસિનો બહાર આર્યન ખાન સાથે કોણ હતી યુવતી? વાયરલ વીડિયોએ વધારી ચર્ચા
આ પણ વાંચો :સુદેશ બેરીનો મોટો દાવો: PM મોદી ભગવાન વિષ્ણુનો અવતાર, ‘તેમના પગ ધોઈને પાણી પીવા માંગું છું’
