gujrat news/ સોમનાથ મંદિર નીચે બૌદ્ધ ગુફા હોવાનો દાવો હાઈકોર્ટે ફગાવ્યો; પુનર્યાચિકા રદ

ગુજરાતના સોમનાથ મંદિર(Somnath Temple) નીચે બૌદ્ધ ગુફા હોવાના દાવાને હાઈકોર્ટે ફગાવી દીધો છે. કોર્ટે તેને નક્કર પુરાવા વગરનો અને કાલ્પનિક મુદ્દો ગણાવ્યો છે. જાણો વિગત.

Top Stories Gujarat Others
Somnath Temple

Somnath Temple Buddhist Cave Plea Dismissed: ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના(Somnath Temple) નીચે બૌદ્ધ ગુફાઓ અને અવશેષો હોવાનો દાવો કરતી પુનર્યાચિકાને (ફરીથી દાખલ કરેલી અરજી) હાઈકોર્ટે ફગાવી દીધી છે. અગાઉ કોર્ટે આ મામલે અરજદાર પર બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, છતાં વરિષ્ઠ વકીલ દ્વારા ફરીથી સુનાવણીની માંગ કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે નકારી કાઢી છે.

કોર્ટમાં શું રજૂઆત થઈ અને શું દલીલો રહી?

મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી. એન. આર. ની ખંડપીઠ સમક્ષ કોંગ્રેસ નેતા તથા વરિષ્ઠ વકીલ રત્ના વોરાએ પુનર્યાચિકા દાખલ કરી હતી.

અરજદાર દ્વારા દાવો કરાયો હતો કે વર્ષ 2017 માં IIT ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સોમનાથ મંદિર(Somnath Temple) નીચે બૌદ્ધ ગુફા અને અવશેષો હોવાની વાત સામે આવી છે.

આરટીઆઈ (RTI) હેઠળ માહિતી માંગવા છતાં સોમનાથ ટ્રસ્ટની(Somnath Temple) સંપત્તિ હોવાનું જણાવી માહિતી ન અપાયાનું કોર્ટમાં કહેવામાં આવ્યું હતું.

Somnath Temple

હાઈકોર્ટનું કડક વલણ અને ફટકાર(Somnath Temple)

હાઈકોર્ટે મીડિયા રિપોર્ટ્સના આધારે કરવામાં આવેલા આ દાવાને ફગાવી દીધો અને અરજદાર પાસે નક્કર દસ્તાવેજોની માંગણી કરી હતી.

કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈપણ નક્કર આધાર વગર આ પ્રકારના સંવેદનશીલ અને કાલ્પનિક મુદ્દાઓ પર ન્યાયિક હસ્તક્ષેપ કરવો બિલકુલ યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કે બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશે આ કેસ લડવાના હોવાની દલીલને પણ ખંડપીથે ફગાવી દીધી હતી.

અગાઉ પણ ફટકારાયો હતો દંડ

આ અગાઉ ડૉ. વિલાસ તુકારામ ખરાત દ્વારા દાખલ કરવામાં આવેલી મૂળ અરજીને જૂન 2026માં ફગાવતી વખતે હાઈકોર્ટે તેને ગેરમાર્ગે દોરનારી ગણાવીને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તે જ મામલામાં બાદમાં એડવોકેટ વોરાએ પુનર્યાચિકા દાખલ કરી હતી, જેનો રાજ્ય સરકાર દ્વારા પબ્લિસિટી મેળવવાનો ઇરાદો હોવાનું જણાવીને સખત વિરોધ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા કરાયું હળતાલનું એલાન, બદલીની ખબરથી ઉશ્કેરાયા

આ પણ વાંચો:ગીર સોમનાથ ડીમોલેશનનો મામલો, ગુજરાત હાઇકોર્ટ આજે આપશે ચુકાદો

આ પણ વાંચો:સિંહોના મોતના મુદ્દે વિભાગો દ્વારા અપાતી ‘ખો’થી ગુજરાત હાઇકોર્ટ નારાજ