Supreme Court: સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 ન્યાયાધીશોની બદલીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. જેમાંથી બે ન્યાયાધીશ ગુજરાતના હાઇકોર્ટમાં છે. જેમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની બદલીનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયને આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા અનિશ્ચિતકાળની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ બાબતે સમિતિની રચના બાદ, ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
દેશની હાઇકોર્ટના 14 ન્યાયાધીશોની બદલીને ધ્યાનમાં લેતા
દેશની હાઇકોર્ટમાં મોટા ફેરફારો સાથે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ 14 ન્યાયાધીશોની બદલી પર વિચાર કરી રહ્યું છે. જોકે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હજુ સુધી પ્રસ્તાવિત બદલીઓ પર કોઈ જાહેર નિવેદન જારી કર્યું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ટ્રાન્સફરની યાદી એક કે બે દિવસમાં પુષ્ટિ માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવે તે પહેલાં માત્ર થોડી નાની ઔપચારિકતાઓ બાકી છે.
આ પણ વાંચો:CCI એ મારુતિ સુઝુકીને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ ?
આ પણ વાંચો:મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ
આ પણ વાંચો:નવા નિયમોથી ભાવમાં વધારો થશે, મારુતિ સુઝુકીએ આપી ચેતવણી
