Amreli News/ અમરેલી : ગૌચરની જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા પશુપાલકો આવેદનપત્ર આપવા મામલદાર કચેરીએ પહોંચ્યા

પશુધન ને ચરાવવા માટે ની જમીન પર દબાણ થયેલું છે

Gujarat Others

Amreli News : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામોમાં આવેલી ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરાવવાની માંગ સાથે પશુપાલકો પોતાના પશુઓ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામ આસપાસ અંદાજિત 1700 થી 2000 વિઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણથી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ ગામમાં લગભગ બે હજારથી વધુ પશુધન છે.. પશુધન ને ચરાવવા માટે ની જમીન પર દબાણ થયેલ હોવાથી આજે પશુપાલકો અને ગ્રામજનો પોતાના પશુધન સાથે સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પશુપાલકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને મુંગા પશુઓ ની ગૌચરની જમીન ખાલી કરાવવાની માંગ કરી હતી..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં મટકી ફોડ ઉજવણી દરમિયાન વિજપોલ પડતા બાળકનું મોત, ઉત્સાહ માતમમાં ફેરવાયો

આ પણ વાંચો:કચ્છમાં દારૂના નશામાં બેફામ નબીરાનો આતંક, માંડવી-ભુજ રોડ પર ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:કચ્છ ભુજ ખાતે એક હોટેલમાં શ્રાવણિયા જુગારના ખેલમાં IAS અને ASI જડપાયા, પોલીસનું શંકાસ્પદ ચુપ્પી!