ગુજરાત/ અંધ મહિલાએ અવાજથી બળાત્કારના આરોપીને ઓળખી કાઢ્યો અને પછી….

આરોપીએ નશાની હાલતમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ખોટું નામ આપીને મહિલા સાથે બોલાચાલી પણ કરી હતી. 

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતમાં સતત બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદના બાવળામાં મંગળવારે એક અંધ મહિલા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. નરાધમ રિક્ષા ચાલકે લિફ્ટ આપવાના બહાને અંધ મહિલા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમદાવાદ ગ્રામ્ય પોલીસે અંધ મહિલાની ફરિયાદ બાદ થોડા દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાવળા તાલુકામાં રહેતી એક અંધ મહિલા અમદાવાદના અંધજન મંડળમાં અનાજની કીટ લેવા ગઈ હતી. ઘરે જવામાં મોડું થયું એટલે મહિલાએ બાવળા પહોંચવા માટે રિક્ષા લીધી. જેમાં આરોપીએ મહિલા રિક્ષામાં એકલી હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો. મહિલાને એકાંત સ્થળે લઈ જઈ તેના પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ મહિલાએ પલટવાર કર્યો અને મદદ માટે ફોન કર્યો. જેનાથી ગભરાઈને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

જો તમે વર્ષ 2017માં આવેલી રિતિક રોશન અને યામી ગૌતમની ફિલ્મ ‘કાબિલ’ જોઈ હોય તો આ ઘટનાની કહાની પણ આવી જ છે. ફિલ્મ અને આ ઘટનામાં બદલાવ એવો છે કે આ ફિલ્મની મહિલા બળાત્કાર બાદ આત્મહત્યા કરી લે છે. જ્યારે બાવળાની આ મહિલા બળાત્કારનો શિકાર બને છે, પરંતુ હિંમત હારી નથી. અંધ મહિલા અને તેના અંધ પતિની હિંમતને કારણે આખરે તેઓએ આરોપીને પોલીસના હવાલે કર્યો. કેસની વિગત મુજબ બાવળા તાલુકામાં રહેતી એક અંધ મહિલા અમદાવાદના અંધજન મંડળમાં અનાજ લેવા માટે ગઈ હતી. ઘરે જવામાં મોડું થયું એટલે મહિલાએ રિક્ષા કરી હતી. જેમાં આરોપીએ મહિલા રિક્ષામાં એકલી હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો. મહિલાને એકાંત સ્થળે લઈ જઈ તેના પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ મહિલાએ પલટવાર કર્યો અને મદદ માટે ફોન કર્યો. જેનાથી ગભરાઈને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

પતિ પત્નીને પ્રોત્સાહિત કરે છે
જોકે, મહિલાએ આ વાત તેના પતિ તેમજ તેના પરિવારના સભ્યોને જણાવી હતી. જે બાદ તેના પતિએ મહિલાને પ્રોત્સાહિત કરી ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીની ધરપકડ કરવી પોલીસ માટે મોટો પડકાર હતો. મહિલા દૃષ્ટિહીન હતી અને રિક્ષા અને આરોપીનું વર્ણન કરી શકતી ન હતી. જેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે 3 અલગ-અલગ ટીમો બનાવી અને સરખેજથી બાવળા સુધીના ઘણા રિક્ષાચાલકોની પૂછપરછ કરી અને કેટલાક શકમંદોને પકડ્યા.

મહિલાએ અવાજથી આરોપીને ઓળખી લીધો
જે બાદ પોલીસે તમામ આરોપીઓને અંધ મહિલા સાથે વાત કરવા માટે બોલાવ્યા હતા. ફરિયાદી મહિલાએ મુખ્ય આરોપીનો અવાજ ઓળખી લીધો અને પોલીસ તપાસમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો. આરોપીએ નશાની હાલતમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ખોટું નામ આપીને મહિલા સાથે વાતચીત પણ કરી હતી. અંધ મહિલાએ આરોપીના અવાજ પરથી અને પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી આરોપીને ઓળખ્યો હતો.

Life Management / સંતે એક માણસને એક મોટો પથ્થર લઈને ચાલવા કહ્યું… જ્યારે તેના હાથ દુખવા લાગ્યા ત્યારે સંતે શું કર્યું?

ગ્રહદશા / 29 ડિસેમ્બરે, બુધ ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે.

ધર્મ વિશેષ / શિવલિંગ ઘરમાં રાખવું જોઈએ કે નહિ…?

હિન્દુ ધર્મ / નવા વર્ષે આર્થિક પ્રગતિ માટે ઘરે લાવો આ વસ્તુઓ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન