ચાંદીની ઘૂસણખોરી/ આબુ રોડ પરથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાયો, લકઝરી બસમાં ચોરખાનું બનાવી સંતાડાયો હતો

આબુ રોડ પરથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો લકઝરી બસમાં ચોરખાનું બનાવી સંતાડાયો હતો. 143 કિલોથી વધુ ચાંદી પોલીસ ટીમે કબ્જે કર્યું છે. મોટી માત્રામાં ચાંદી ગુજરાતમાં લઇ જવાતી હતી

Top Stories Gujarat Others

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ બનાસકાંઠા સરહદી વિસ્તારમાંથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપાયો છે. આબુ રોડ પરથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો લકઝરી બસમાં ચોરખાનું બનાવી સંતાડાયો હતો. 143 કિલોથી વધુ ચાંદી પોલીસ ટીમે કબ્જે કર્યું છે. મોટી માત્રામાં ચાંદી ગુજરાતમાં લઇ જવાતી  હતી. ગઇકાલે પણ મોટી માત્રામાં ચલણી નોટો ઝડપાઇ હતી.

પોલીસ ચોકી માવલ ખાતે નાકાબંધી દરમિયાન આગ્રાથી અમદાવાદ જતી સ્લીપર બસ નંબર જીજે 14 એક્સ 9845ની સઘન તપાસ કરવામાં આવી હતી. ત્યારે સ્લીપર બસમાં સીટ નીચે સ્પેશિયલ પાર્ટીશન બનાવીને 01 ક્વિન્ટલ 43.284 કિલો ચાંદી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં લઈ જવામાં આવી રહી હતી.

આબુરોડની આગેવાની હેઠળ માવલ ચોકી પર નાકાબંધી દરમિયાન વાહન ચેકિંગ કરતાં સ્લીપર બસ નંબર જીજે 14 એક્સ 9845માં સીટ નંબર 11 અને 12 નીચે સ્પેશિયલ પાર્ટીશન બનાવવામાં આવ્યું હતું, જેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અંદરથી  ચાંદીની ધાતુમાંથી બનાવેલ દાગીના મળી આવ્યા હતા.

કોઈપણ પાસ પરમીટ વગર, કલમ 102 સીઆરપીસી હેઠળ ચાંદી જપ્ત કરવામાં આવી હતી, કલમ 207 એમવી એક્ટ હેઠળ સ્લીપર બસને અટકાયતમાં લેવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલી ચાંદીની કિમત નક્કી કરવામાં આવી હતી. જે રૂ.88 લાખમાં આસપાસ હતી.

ઉલ્લેખનીય છે કે ગતરોજ બુધવારના દિવસે પણ અહીંથી મોટી માત્રામાં ચલણી નોટો મળી આવી હતી. જે ગેર કાયદેરૂપે ગુજરાત લઈ જવામાં આવી રહી હતી.

સળગતા સવાલ .. 

બિનહિસાબી ચાંદીની હેરાફેરીના સોદાગર કોણ…?
કોની રહેમરાહે ચાલતું હતું કૌભાંડ…?
ચોરખાનામાં કોણે સંતાડયો હતો ચાંદીનો જથ્થો…?
સમગ્ર ઘટનાને પગલે શું કડક પગલા લેવાશે…?
કયારે પોલીસ જવાબદારો સામે કરશે કડક કાર્યવાહી…?