Not Set/ રાજકોટમાં અને દેવભૂમિ દ્વારકા માં આટલા ઇંચ વરસાદ પડ્યો

રાજકોટ શહેરમાં વહેલી સવારનો ધીમી ધારનો વરસાદ શરૂ થયો હતો. ત્યાર બાદ 10 વાગ્યા આસપાસ વરસાદ ધોધમાર વરસી પડ્યો હતો.

Gujarat Rajkot Others

સમગ્ર રાજય માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . રાજય ના અમુક શહેરોમાં  ભારે વરસાદ તો અમુક શહેરો માં ઝાપટા જોવા મળી રહ્યા છે . વરસાદ આવતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે . ભારે વરસાદ ના પગલે  અમુક વિસ્તારો માં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે . અમુક વિસ્તારો નું સ્થાળંતર પણ કરવામાં આવ્યું છે . રાજય માં વરસાદી માહોલ વચ્ચે  રાજકોટ માં  સવારથી વરસાદ  ચાલુ છે .

આ પણ વાંચો : 53 વર્ષ પછી ટાઇટલ જીતનાર પ્રથમ બ્રિટિશ મહિલા ખેલાડી બની

રાજકોટ શહેરમાં વહેલી સવારનો ધીમી ધારનો વરસાદ શરૂ થયો હતો. ત્યાર બાદ 10 વાગ્યા આસપાસ વરસાદ ધોધમાર વરસી પડ્યો હતો. આ સાથે રાજકોટમાં સવા ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વરસાદ જોવા મળ્યો છે. આજે વહેલી સવારેથી ગોંડલમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગોંડલના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપુરીયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો :ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાનું બીજું પણ સપનુ થયું સાકાર

દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. દ્વારકામાં એક દિવસના વિરામ બાદ ફરી પાછું વરસાદનું આગમન થયું. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં કાલે રાતથી વરસાદ જોવા મળ્યો છે. કાલ રાતથી શરૂ થયો ધોધમાર વરસાદ અડધા કલાકમાં દોઢ ઇંચથી વધુ માત્રમાં પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાથી નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. જામખંભાળિયા કાલ રાતથી આજ સવાર સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે.