Ahmedabad News : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાઓ ને ધ્યાનમાં રાખીને સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચાલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ટ્રેન સંખ્યા 04215/04216 સાબરમતી-સુલ્તાનપુર–સાબરમતી સ્પેશિયલ ( કુલ 6 ટ્રીપ્સ)નો સમાવેશ થાયછે.
ટ્રેન સંખ્યા 04215 સાબરમતી–સુલ્તાનપુર સ્પેશિયલ 14, 21 અને 28 જૂન 2025 (શનિવાર) ના રોજ સાબરમતીથી 08:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજાં દિવસે 11:00 કલાકે સુલ્તાનપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 04216 સુલ્તાનપુર–સાબરમતી સ્પેશિયલ 13, 20 અને 27 જૂન 2025 (શુક્રવાર) ના રોજ સુલતાનપુરથી 04:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજાં દિવસે 07:30 કલાકે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા,પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા કૅન્ટ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને લખનૌ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 15 સ્લીપર કોચ અને 3 જનરલ શ્રેણીના કોચ રહેશે.
ટ્રેન નંબર 04215 માટે બુકિંગ 12 જૂન 2025થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વધુ વિગતો માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ પણ વાંચો:રાજકોટ-ભાવનગર રોડ પર કાર 40 ફૂટ નીચે પડતા અધિકારી અને ડ્રાઈવરનું મોત
આ પણ વાંચો:રાજકોટમાં વૃદ્ધની હત્યા કરી લૂંટ મચાવી, સમગ્ર પંથકમાં મચી ચકચાર
આ પણ વાંચો:રાજકોટમાં હીટ એન્ડ રન ‘: દિકરીઓનું હૈયાફાટ રૂદન, મારા પિતાને પાછા મોકલો, કાર ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા વૃધ્ધનું મોત
