કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કાળો કહેર વરસાવ્યો છે. આવામાં ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક બાજુ કોરોના મહામારી છે તો બીજી બાજુ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આવામાં ભક્તો ભોળાનાથના દર્શન કરવા માટે તલપાપડ થઇ રહ્યા છે. કોરોના લોકડાઉન બાદ સરકારે અનલોક-2 માં કેટલીક છુટછાટ આપી છે ત્યારે મંદિરો પણ ખુલ્યા મુકવામાં આવ્યા છે.હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો અવરિત પ્રવાહ જોવા મળ્યો હતો.
આપને જણાવી દઈએ કે, આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે.ગત સોમવારે સોમનાથ મંદિરમાં જામેલી ભીડના કારણે બબાલ થઇ હતી ત્યારે આ વખતે સોમનાથ ટ્રસ્ટે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરી છે. સાથે જ પાસ સિસ્ટમ પણ અમલી બનાવવામાં આવી છે. પાસ મેળવ્યા બાદ જ લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
શ્રાવણ મહિનાનાં પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે સવારમાં જ 3500 ભક્તોએ સોમનાથ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે એક દિવસમાં 4 હજાર ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમ આજે પ્રથમ સોમવારે ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે.
આજે પ્રથમ સોમવારે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મહાદેવના દર્શન કર્યા હતાં. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં બેરીકેટ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ 6-6 ફૂટનાં અંતરે સર્કલ બનાવામાં આવ્યા છે જેના પર એક પછી એક ભક્ત ઉભા રહી વારાફરતી દર્શન કરી રહ્યા છે. પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવિકો દર્શન કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
